હવે, યુઝર્સ કોઈના પણ પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીન શોટ લઇ શકશે નહીં

લેખકઃ સિદ્ધાર્થ મણિયાર | 

વોટ્‌સએપે તાજેતરમાં જ તેનો માસિક અહેવાલ જાહેર કર્યો છે. જેમાં ભારતીય યુઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનો એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર વોટ્‌સએપ દ્વારા ૭૧ લાખ ભારતીય યુઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વોટ્‌સએપના જણાવ્યા અનુસાર આ તમામ એકાઉન્ટ સાયબર ફ્રોડ અને કૌભાંડ સાથે સંકળાયેલા હોવાથી તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે હવે, વોટ્‌સએપ તેના યુઝર્સ માટે એક સિક્યુરિટી ફીચર જાહેર કરવા જઈ રહ્યું છે. જેમાં કોઈ પણ વ્યક્તિ યુઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લઇ શકશે નહીં.

વોટ્‌સએપની શરૂઆતથી જ તેના જુદા જુદા ફીચર પૈકીનું એક એટલે તેનું પ્રોફાઈલ પિક્ચર ફીચર હતું. અત્યાર સુધી અન્ય યુઝર કોઈ પણ યુઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લઇ શકતાં હતાં. જે ફિચરનો ઉપયોગ સ્કૅમર દ્વારા પણ ફ્રોડ માટે કરવામાં આવતો હતો. જેથી યુઝરની પ્રાઇવસી સામે ખતરો ઉભો થઇ રહ્યો હતો. સામાન્ય રીતે કોઈ તહેવારના લગતા પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ અન્ય યુઝર લઈને પોતાનું પ્રોફાઈલ પિક્ચર બનાવે તો ચલાવી લેવાય. પરંતુ વ્યક્તિગત ફોટો કે પછી સંસ્થાના લોગો પ્રોફાઈલ પિક્ચર તરીકે સેટ કરીને તેનો દૂરુપયોગ કરવામાં આવે તે એક ફ્રોડ જ કહેવાય છે.

જયારે વોટ્‌સએપ સૌથી સિક્યોર મેસેજિંગ એપ્લિકેશન માનવામાં આવે છે. ત્યારે વોટ્‌સએપ હવે, તેના યુઝરના પ્રોફાઈલ પિક્ચરને પણ પ્રોટેક્શન આપવાની તૈયારી કરી રહ્યું છે. વોટ્‌સએપ દ્વારા વ્યક્તિગત એકાઉન્ટ સિક્યોર કરવા માટે હવે, તેના પ્રોફાઈલ પિક્ચરના સ્ક્રીનશોટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. યુઝર ઈચ્છે તો પણ તે ફીચરને ફરી શરૂ કરી શકતો નથી. સ્ક્રીનશોટ બ્લોકિંગનું ફીચર શરૂઆતમાં માત્ર એન્ડ્રોઇડ યુઝર માટે જ જાહેર કરાયું હતું. જાેકે, હવે તેને આઇફોન યુઝર માટે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જાેકે, આ ફીચરમાં હાલ માત્ર વ્યક્તિગત પ્રોફાઇલનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. વોટ્‌સએપ ગ્રૂપના પ્રોફાઇલ પિકચરને સ્ક્રીનશોટ બ્લોકિંગ ફિચરનો લાભ મળતો નથી. તે સુવિધા તો હજી ચાલુ જ છે.

ટૂંક સમયમાં આવી રહ્યું છે, વોટ્‌સએપનું કલર ફીચર

વોટ્‌સએપ દ્વારા યુઝરના અભિપ્રાયો અને તેમને સતત કંઈક નવું આપવા માટે નવા નવા ફીચર પર સંશોધન કરવામાં આવતું હોય છે. જેમાંથી મોટાભાગના સંશોધન સફળ જ થતાં હોય છે. ત્યારે હવે, વોટ્‌સએપ દ્વારા તેના ઈન્ટરફેસ અને થીમમાં ઘણા ફેરફારો કરી રહ્યું છે. તાજેતરમાં જ વોટ્‌સએપ દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી ગ્રીન કલર થીમ આઈફોન યુઝર્સને દેખાવા લાગી છે, પરંતુ ઘણા યુઝર્સને આ ફેરફાર ગમ્યો નથી. જાેકે, વોટ્‌સએપ દ્વારા આ એક પ્રયોગ જ હતો. વોટ્‌સએપ દ્વારા આગામી ટૂંક સમયમાં યુઝર્સને તેના મનપસંદ કલર અનુસાર થીમ સેટ કરવાની તક આપવામાં આવશે. વોટ્‌સએપની ટીમ દ્વારા હાલ યુઝર્સને તેમની પસંદગીના કલર અને ડિઝાઇન સેટ કરવા માટે નવી કસ્ટમાઇઝેશન સુવિધાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. જાેકે, નવી થીમ કલર ફીચર હજુ પણ ડેવલપમેન્ટ હેઠળ છે. જેથી તેને બીટા યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવ્યું નથી.

વોટ્‌સએપ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર ર્ૈંજી બીટા વર્ઝન માટે ઉરટ્ઠંજછॅॅમાં ચેટ થીમ્સ અને એક્સેન્ટ કલર કસ્ટમાઇઝેશનના ફેરફારો કરવામાં આવશે. જેમાં યુઝર્સ એપના થીમ કલર અને ટેક્સ્ટમાં મરજી મુજબ ફેરફાર કરી શકશે. કંપની દ્વારા યૂઝર્સની માગને ધ્યાને રાખી એપની થીમ યુઝર પોતાની પસંદ મુજબ ડિઝાઇન અને કસ્ટમાઇઝ કરે તેવો ઓપ્શન અપાશે. જેમાં આઈફોન યુઝર્સને પાંચ પ્રીસેટ કલર થીમ આપવામાં આવશે. જેમાં લીલો, સફેદ, બ્લૂ, ગુલાબી અને જાંબલી રંગનો સમાવેશ થાય છે. જાેકે, પ્રાથમિક રોલઆઉટ બાદ તેમાં નવા રંગોનો પણ ઉમેરો કરવામાં આવશે. આ ફીચર પહેલા ર્ૈંજી અને પછી એન્ડ્રોઇડ યુઝર માટે રોલઆઉટ કરવામાં આવશે.

બોરિંગ વિડીયો કોલથી કંટાળ્યા છો તો, આ ફીચર તમારા માટે છે

વોટ્‌સએપની ડેવલોપમેન્ટ ટીમ હાલ એક નવા ફીચર પર પણ કામ કરી રહી છે. જેમાં વિડીયો કોલિંગ દરમિયાન પણ યુઝર હવે, મ્યુઝિક સાંભળવાનો આનંદ લઇ શકશે. વોટ્‌સએપ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર આ ફીચર પણ હાલ ડેવલપિંગ ફેઝમાં છે. બીટા યુઝર માટે પણ તે જાહેર કરાયું નથી. આ ફીચરની સારી વાત એ છે કે, વિડીયો કોલિંગના વોઈસની સાથે તમને મ્યુઝીક પણ સાંભળવા મળશે. એનો અર્થ એ થાય છે કે, વિડીયો કોલની વાતો પણ સાંભળશે અને મ્યુઝિક પણ સંભળાશે. એટલું જ નહીં આ ફીચરમાં સ્ક્રીન શેર કરવાની પણ સુવિધા આપવામાં આવી છે. જાે વિડીયો કોલ દરમિયાન કોઈની સાથે સ્ક્રીન શેર કરી તો તે વ્યક્તિ પણ મ્યુઝિક સાંભળી શકશે. જ્યારે યુઝર વિડિયો કૉલ શરૂ કરે ત્યારે સ્ક્રીનની નીચેની તરફ ફ્લિપ કેમેરા વિકલ્પ મળશે. જ્યારે યુઝર તેને એક્ટીવ કરે છે ત્યારે વિડીયો કૉલ પરના બંને યુઝર્સ ઑડિયો તેમજ મ્યુઝિક વિડીયોનો આનંદ માણી શકશે. જાેકે, આ ફીચર માત્ર વોટ્‌સએપ વિડીયો કોલિંગ દરમ્યાન જ કામ કરશે. આ ફીચર વોટ્‌સએપ પર જાે વોઈસ કોલ કરવામાં આવે છે તો કામ કરશે નહીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution