ભાવનગર, ભાવનગર શહેર આમઆદમી પાર્ટીના કાર્યાલય ખાતે કેટલાક કાર્યકર્તાઓ આમરણાત ઉપવાસ પર બેઠા હતા. જેનો ઉપાસના સાતમાં દિવસે નાની બાળાઓના હાથે જ્યુસ પી પારણાં કર્યા હતા. શહેર પ્રમુખ મહિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મહેશ સવાણીની તબિયત વધુ ખરાબ થતાં અમે મહેશભાઈની ખોટ સહન નહીં કરી શકીએ, માટે એમને પારણાં કરાવવામાં જ સૌનું હિત જાેયું છે. સાત દિવસના આમરણાંત ઉપવાસથી આ અભિમાની અને દયાહીન સરકારને કોઈ જ ફરક પડતો નથી. સાત દિવસના અથાગ ઉપવાસ પછી પણ આ બેહરી, મુંગી અને આધળી સરકારને કોઈપણ જાતની અસર થઈ નથી. વધુમાં જણાવ્યું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાને બરખાસ્ત કરવા તથા કાયદાકીય કાર્યવાહી કરવા અને પરિક્ષાર્થીઓને વળતર મળે તેવી માગ હાલમાં કરવામાં આવી રહી છે. પેપર લીક થવાની ઘટના કાયમી બંધ થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટી છેવટ સુધી લડી લેવાના મૂડમાં છે. હવે આ લડત યુવા મોરચા દ્વારા આગળ ચલાવશે. સાત દિવસ મહાત્મા ગાંધીજી બાપુનો માર્ગ આ સરકારને નથી સમજાતો હવે બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જાે આ બે દિવસમાં સરકાર યોગ્ય માંગ પૂર્ણ નહીં કરે તો વિદ્યાર્થીઓના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને વિદ્યાર્થીઓના સમર્થન દ્વાર ભગતસિંહના માર્ગે આગળ આવીશું.