ગાંધીનગર-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૬ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાયા બાદ નવા મેયર માટેની તારીખોનું એલાન ગઈકાલે કરવામાં આવ્યું હતું. રાજ્યની ૬ મહાનગર પાલિકાના પદાધિકારીઓ નક્કી કરવા માટે સોમવારે ભાજપની પાર્લામેન્ટરી બેઠક ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને મળવા જઈ રહી છે.બેઠકની અંતર્ગત મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના નામોની જાહેરાત કરવામાં આવી શકે છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજવામાં આવેલી મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ કયા શહેરમાં કોણ કયા શહેરમાં મેયર પદ પર વિરાજમાન થશે તે અંગે કોર્પોરેશનના તેમજ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અમદાવાદને ૧૦ માર્ચના રોજ નવા મેયર મળશે,૧૦ માર્ચે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક મળશે.બેઠકમાં નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટર હાજર રહેશે,મેયર સહિતના પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવશે.રાજ્યના તમામ છ મહાનગરોને મળશે નવા મેયરઅમદાવાદ, સુરત, વડોદરાને મળશે નવા મેયર મળશે.રાજકોટ, ભાવનગર, જામનગરને મળશે નવા મેયરરાજકોટને મહાશિવરાત્રી બાદ ૧૨ માર્ચના રોજ નવા મેયર મળશે. આ માટે રાજકોટમાં ૧૨માર્ચે સવારે પ્રથમ બોર્ડ મળવા જઈ રહ્યું છે.આ ઉપરાંત કયા શહેરને કયા મૈયર મળશે તે બાબત પર નજર કરીએ તો સુરતને ૧૨ માર્ચે ,જામનગરને મળશે ૧૨ માર્ચે નવા મેયરભાવનગરને મળશે ૧૦ માર્ચે ,વડોદરાને૧૦ માર્ચે મળશે નવા મેયર.૧૦ માર્ચે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક મળશે.બેઠકમાં નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટર હાજર રહેશે.મેયર સહિતના પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવશે.  રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય જીત પ્રાપ્ત કરી છે ત્યારે મેયર ભાજપ પક્ષમાંથી હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ઉપરાંત રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં મહિલા મૈયરની ઉમેદવારી અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે જનરલ બોર્ડની બેઠક બાદ જ ર્નિણય લેવામાં આવશે. અને બહુ જલદી તમામની અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ જશે.