વિશ્વ યોગ દિવસમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ જનતાને યોગ કરી કોરાનાને હરાવીશુ તેવો મંત્ર આપી લોકોને યોગ કરવા માટે પ્રેરણા આપી છે. મુખ્યમંત્રીએ આ અભિયાનનું મહત્વ સમજાવતા કહ્યું કે કોરોનાના આ સંક્રમણ કાળમાં કોરોનાની હજુ કોઈ દવા શોધાઈ નથી ત્યારે વિશ્વ આખુ રોગ પ્રતિકારક શક્તિ વધારવા ભારતીય સંસ્કૃતિની વિશ્વને અમુલ્ય ભેટ એવા યોગ-પ્રાણાયમ તરફ વળ્યું છે.

આ સંદર્ભમાં કોરોના સામેની લડાઈમાં યોગ એ ખુબજ શક્તિશાળી કારગર શસ્ત્ર સાબિત થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આખામાં યોગની મહત્તા સમજાવતા દર વર્ષે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવા વિશ્વના દેશોને પ્રેરિત કર્યા હતો. આ વર્ષે આ ઉજવણી યથાવત રહેશે પરંતુ પ્રવર્તમાન સ્થિતિમાં અલગ રીતે ઉજવણી કરવામાં આવશે તેની ભૂમિકા આપતા વિજય રૂપાણીએ કહ્યુ કે, આ ઉજવણી યોગ કરીશું, કોરોનાને હરાવીશું” અભિયાન અંતર્ગત થશે અને યોગ દ્વારા કોરોનાને હરવવામાં આપણે સૌ અવશ્ય સફળ બનીશું.