અમદાવાદ-

નારોલ જુની કોર્ટ પાછળ એકતાનગર શોપીંગ સેન્ટરમાં ડીગ્રી વિના દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બે બોગસ ડોક્ટરોને એસ.ઓ.જી ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે.

શહેરમાં એસઓજી ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, નારોલ જુની કોર્ટ પાછળ એકતાનગર શોપીંગ સેન્ટરમાં આવેલ નારોલ આઈસીયુ ઓપીડી સેન્ટર ખાતે રાજ ક્લીનીક નામનું દવાખાનું ધરાવી ડીગ્રી વગર માનત આરોગ્ય સાથે રોશનલાલ પટેલ અને રાજીવ ભાઉં નામના બે શખ્સો ચેડા કરી રહ્યા છે. જે બાતમીના આધારે તે જગ્યાએ દરોડો પાડીને રોશનલાલ અને રાજીવ નામના બે બોગસ ડોક્ટરને ઝડપી તેમની પાસેથી એલોપેથીકની દવાઓ અને મેડીકલના સાધનો મળી કુલ રૂ.67 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંન્ને આરોપીઓની ક્રાઈમ બ્રાંચની ટીમે નારોલ પોલીસને સોંપ્યા હતા. જેથી નારોલે પોલીસ આ અંગે વધુ તપાસ હાથધરી છે.