અમદાવાદ-

ગુજરાત સહિત દેશભરમાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. રાજ્યમાં અમદાવાદનું વાસણા છઁસ્ઝ્ર ડુંગળી-બટાકા માટેનું સૌથી મોટું માર્કેટ છે. અહીં કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા સૌરાષ્ટ્રમાંથી ડુંગળી આવે છે. જાેકે સૌરાષ્ટ્ર, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડુંગળીની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે. ૧૫ થી ૨૦ દિવસ પહેલા કર્ણાટક આંધ્ર પ્રદેશથી દિવસની ૨૦- ૨૨ ટ્રકો ભરીને ડુંગળી આવતી હતી, જેના સ્થાને હવે ૧૦-૧૫ ટ્રકો આવી રહી છેતહેવારોના સમયમાં ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગેળી ફરી એકવાર લોકોને આંખે પાણી લાવી દે તો નવાઈ નહીં! તહેવારોની મોસમમાં અલગ-અલગ મોરચે મોંઘવારીનો સામનો કરી રહેલી જનતાનું હવે ફરી એકવાર ડુંગળીના વધેલા ભાવના કારણે બજેટ ખોરવાયું છે. તેવામાં તહેવારો બાદ પણ ડુંગળીના ભાવમાં ભડકો થવાના એંધાણ જાેવા મળી રહ્યા છે.

દિવાળીના દિવસોમાં ડુંગળીના ભાવ રિટેલ માર્કેટમાં ૬૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે, આવનાર દિવસોમાં પણ ભાવ વધારો થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદ વાસણા છઁસ્ઝ્રમાં હોલસેલ ડુંગળીના વેપારી ધનસુખભાઈ પટેલનું કહેવું છે કે જે વિસ્તારમાં ડુંગળી થાય છે, તે વિસ્તારોમાં વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. કેટલાક સ્થાનો પર ડુંગળીનો સ્ટોક હતો તે પણ બગડી ગયો છે. આ સ્થિતિમાં નવી ડુંગળી આવતા અંદાજે ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે. જેથી આવનાર દિવસોમાં ડુંગળીની આવકના આધારે ભાવમાં વધારો જાેવા મળી શકે તેવી શક્યતાઓ છે. અન્ય એક વેપારી કિશોર પરિયાણીનું કહેવું છે કે હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ૧૫થી ૩૨ રૂપિયા કિલો જાેવા મળી રહ્યો છે. આ હિસાબે રિટેઇલ માર્કેટમાં રૂપિયા ૪૦થી વધારેની કિંમતે વેચાણ થવું ન જાેઈએ, એટલે કે રિટેઇલ માર્કેટમાં પણ રિઝનેબલ ભાવથી વેચાણ થવું જરૂરી છે. જેથી તમામનું બજેટ સચવાઈ રહે.