મુંબઇ-

એક તરફ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર વિપક્ષને એક કરવામાં લાગ્યા હોવાની વાતો સામે આવી રહી છે. તો આ દરમિયાન શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતનું કહેવું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મુકાબલો કરવા માટે વિપક્ષની પાસે કોઈ ચહેરો નથી. સંજય રાઉતે કહ્યું કે, જ્યાં સુધી વિપક્ષની પાસે કોઈ ચહેરો નથી આવી જતો, ત્યાં સુધી કોઈ ચાન્સ નથી.

સંજય રાઉતે કહ્યું કે, ૨૦૨૪માં કોઈપણ મોટા ચહેરા વગર નરેન્દ્ર મોદીને હરાવવા મુશ્કેલ હશે, શરદ પવાર આ માટે યોગ્ય વિકલ્પ છે. શિવસેના સાંસદે કહ્યું કે, રાહુલ ગાંધી એક મોટા કાૅંગ્રેસ નેતા છે, પરંતુ તેમનાથી પણ મોટા નેતા અત્યારે છે. રાઉતે કહ્યું કે, કાૅંગ્રેસમાં પણ લીડરશિપને લઈને સંકટ છે, આ કારણે અત્યાર સુધી પાર્ટી પ્રેસિડન્ટ નથી બનાવી શકી. પીકેને લઇને સંજય રાઉતે કહ્યું કે, પ્રશાંત કિશોરે બંગાળમાં સારું કામ કર્યું છે, આવું તૃણમૂલ કાૅંગ્રેસનું કહેવું છે. તૃણમૂલ કાૅંગ્રેસ અને પ્રશાંત કિશોરનું એક એગ્રીમેન્ટ પણ થયું હતું,

રાઉતે કહ્યું કે, મને ખબર નથી શું કરવા ઇચ્છે છે, દેશના વિપક્ષને સાથે લાવવામાં મોટું યોગદાન કરી શકે છે. જાે કોઈ બિનરાજકીય નેતા આવું કામ કરે તેને સૌ લોકો માન્યતા આપે છે. સંજય રાઉતનું કહેવું છે કે , મોદીજીનો ચહેરો ઘણો મહત્વનો છે. બીજી લહેર આવ્યા બાદ મોદીની લોકપ્રિયતામાં થોડી કમી આવી છે, પરંતુ તેઓ મોદી છે. આજે પણ દેશના પ્રધાનમંત્રી છે, દેશના સૌથી મોટા નેતા છે. ઉલ્લેખનીય છે કે સંજય રાઉતનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ગઈકાલે પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી, કાૅંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત કરી હતી. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પ્રશાંત કિશોર સમગ્ર વિપક્ષને એક કરવામાં લાગ્યા છે.