આજે પણ સંસદમાં હંગામો, વિપક્ષ મહિલાઓનું અપમાન કરી રહી છે: મનસુખ માંડવિયા
06, ઓગ્સ્ટ 2021 1287   |  

દિલ્હી-

સંસદના ચોમાસુ સત્રનો આજે 14 મો દિવસ છે. વિપક્ષના સૂત્રોચ્ચારનો રાઉન્ડ ચાલુ છે. પેગાસસ જાસૂસી સહિત અનેક મુદ્દાઓ પર લોકસભામાં હંગામો અને સૂત્રોચ્ચાર વચ્ચે, સરકારના મંત્રીઓએ કહ્યું કે વિપક્ષના નેતા એક આદિવાસી મહિલા મંત્રીનું અપમાન કરી રહ્યા છે. શુક્રવારે લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ ઓલિમ્પિકમાં નોંધપાત્ર પ્રદર્શન કરનાર ભારતના ખેલાડીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ પછી, પ્રશ્નકાળ શરૂ થતાં જ ઝારખંડના ભાજપના સાંસદે આરોગ્ય મંત્રાલયને પ્રશ્ન પૂછ્યો. સવાલનો જવાબ આપવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પવાર ઉભા થયા. સાથે જ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉભા થયા. ભારતી આ સવાલનો જવાબ આપે તે પહેલા માંડવિયાએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ નથી ઈચ્છતી કે મોદી સરકાર જે રીતે મહિલાઓ અને આદિવાસીઓના હિતમાં કામ કરી રહી છે તેનો ઉલ્લેખ કરવો જોઈએ. માંડવિયાએ કહ્યું કે જે વિપક્ષ હંગામો મચાવી રહ્યો છે તે નથી ઈચ્છતો કે માતૃત્વ મૃત્યુ અને આરોગ્ય જેવા ગંભીર મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા થવી જોઈએ, તેથી હંગામો અને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આદિવાસી મહિલા મંત્રીનું અપમાન થઈ રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution