વોટ ચોરી મુદ્દે વિપક્ષ રસ્તા પર ઉતર્યું, રાહુલ, પ્રિયંકા સહિત 300 સાંસદોએ કૂચ કરી
11, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   6039   |  

સંસદથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ, દિલ્હી પોલીસ રોક્યાં

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી દળોના 300 સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ તરફ કૂચ શરૂ છે. કોંગ્રેસ સહિત તમામ વિપશક્ષના સાંસદો સંસદ ભવનના મકર દ્વારથી આ કૂચ શરૂ કરી હતી. આ કૂચ SIR પ્રક્રિયા અને રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા વોટ ચોરીના આરોપોને લઈને યોજવામાં આવી છે.

આ રેલીમાં વિપક્ષના તમામ પક્ષોના સાંસદોએ ભાગ લીધો છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, ડીએમકે ઉપરાંત અન્ય પક્ષો વોટ ચોરી વિરૂદ્ધની મોર્ચા રેલીમાં જોડાયા છે. આ રેલીમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી પણ જોડાયા છે.

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચૂંટણી પંચ અને ભાજપ પર વોટ ચોરીનો આરોપ મૂક્યા બાદ આ રેલીના આયોજનની જાહેરાત કરાઈ હતી. વોટ ચોરી વિરૂદ્ધ લોક સમર્થન મેળવવા રેલી કાઢવાની જાહેરાત વિપક્ષના સાંસદોએ કરી હતી. પરંતુ દિલ્હી પોલીસે તેની પરવાનગી આપી ન હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, વિપક્ષે આ રેલી માટે કોઈ મંજૂરી માગી નથી. સાંસદોની આ રેલી ચૂંટણી પંચની ઓફિસ તરફ રવાના થઈ છે. પોલીસ દ્વારા રસ્તામાં આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution