કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ
18, જુન 2020 396   |  

વડોદરા,તા.૧૭  

વડોદરા શહેર જીલા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.જેને લઈને પોલીઓસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ પ્રશાંત પટેલના નેતૃત્વમાં સયાજીગંજ કાલાઘોડા સર્કલ પાસે અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ દ્વારા દુમાડ ચોકડી ખાતેઆ વિરોધ પ્રદર્શનો કરાયા હતા.

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ભાવવધારા સામેના દેખાવાનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં સર્વપ્રથમ સોમવારે ભારત ચીન સરહદ પર ૨૦વ જવાનો શહીદ થયા તેના માટે ૨ મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લા ૧૦ દિવસથી ભારત સરકાર ૬ રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા ૨ રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો એનો વિરોધ કરાયો હતો. કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિરોધપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો સયાજીગંજ કાલાઘોડા સર્કલ ખાતે એકત્ર થઈ પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો.

 ત્યારે પ્રોગ્રામના ભાગરૂપે પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીની ભૂમિકા નાટકીય સ્વરૂપે પ્રદર્શિત કરીને જનતાને ભાવવધારો કરીને આર્થિક માર મારે છે તેવું પ્રદર્શિત કરવા જનતાને બાંધી સોટી વડે ફટકારે છે તેવો પ્રતીકાત્મક કાર્યક્રમ યોજાયો હતો ભાજપની કેન્દ્ર સરકારના શાસનમાં અને રાજ્યમાં ૨૨ વર્ષથી ભાજપના શાસનમાં પેટ્રોલ-ડીઝલ, રાંઘણ ગેસ સહિત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ અસહ્ય મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ ડીઝલના ભાવોમાં ભાજપ સરકાર રોજ સતત ભાવ વધારો કરી રહી છે. કોવિડ-૧૯ મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે એવા સમયે મોંઘવારીનો માર અસહ્ય બનવાનો છે. આ અસહ્ય મોંઘવારી-પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી ટાયર સળગીવી, બેનર -પોસ્ટરવિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ સાગર કોકોની આગેવાનીમાં પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્ય, જિલ્લા-તાલુકા પંચાયતના આગેવાનો, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, સેવાદળ , ફન્ટલ ઓર્ગેનાઇઝેશન સભ્યોને હાજર રહયા હતા. સમા પોલીસ સ્ટેશન દ્રારા જિલ્લા પ્રમુખ સાગર કોકો, સંગઠન મહામંત્રી હિતેષ દેસાઈ , પ્રવક્તા ડો. પ્યોરે સાહેબ, યુથ કોંગ્રેસ નેતા રાજુભાઈ ઠાકોર, દિનેસભાઈ પરમાર, વિપુલ ઠક્કર, તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા બીપીન ભાઇ વગેરેની પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution