દિલ્હી-

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રસીની અછતને લઇને કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે ટિ્‌વટરના માધ્યમથી લખ્યું કે આપણા જ વિજ્ઞાનીઓ દ્વારા બનાવવામાં આવેલી રસી આપણા જ લોકો માટે ઉપલબ્ધ નથી. તેમણે એક પછી એક ઘણા ટિ્‌વટ કર્યા અને લખ્યું કે વિતેલા ત્રણ મહિનામાં કેન્દ્ર સરકારે ૯૩ દેશોને કોરોના વેક્સિનના ૬.૫ કરોડ ડોઝ આપ્યા છે.

તેમણે એક અન્ય ટિ્‌વટમાં લખ્યું કે કોરોના મહામારીની બીજી લહેરે ભારતમાં લગભગ ૧ લાખ લોકોનો જીવ લીધો છે. જાે રસીની નિકાસ કરવામાં ના આવી હોત તો આ લોકોના જીવ બચી ગયા હોત. આંતરરાષ્ટ્રીય જગતની ચિંતા કરવી સારી વાત છે, પરંતુ અમેરિકા, કેનેડા, યુરોપના દેશો પહેલા દુનિયાભરમાંથી પોતાના લોકો માટે રસીની વ્યવસ્થા કરવામાં લગ્યા હતા. માત્ર ફ્રાંસે જ ગયા મહિને એક લાખ વેક્સિન એક્સપોર્ટ કરી છે.

તેમણે આગળ કહ્યું કે જ્યારે આટલી વેક્સિન બની ગઇ હતી, તો તેને આપણા લોકોને આપીને સારુ કોરોના મેનેજમેન્ટ થઇ શક્યું હોત, પરંતુ કેન્દ્ર સરકાર ઇન્ટરનેશન ઇમેજ મેનેજમેન્ટમાં વ્યસ્ત હતી. બીજી લહેરમાં આપણા પરિજનો, સગા સંબંધીઓ અને વોલેંટિયરના મોત થયા છે. એક લાખ લોકો મર્યા છએ, જેમાં મોટી સંખ્યામાં યુવાનોના મોત થયા છે. અમને માત્ર ૫.૫ લાખ વેક્સિન આપવામાં આવે છે, જ્યારે દુનિયાના ૯૩ દેશોને ૬.૫ કરોડ વેક્સિન આપવામાં આવે છે.૨૨ એપ્રિલના રોજ જ્યારે ભારતમાં વિશ્વના સર્વાધિક ૩.૩૨ લાખ કેસ આવ્યા હતા, તે દિવસે પણ કેન્દ્ર સરકારે પ્રાગ્વેને બે લાખ વેક્સિન આપી હતી. જ્યારે આપણા પોતાના દેશમાં કોરોના વાયરસ બેકાબૂ હતો, ત્યારે પણ કેન્દ્ર સરકાર વેક્સિન એક્સપોર્ટ કરતી રહી.