લંડન-

કોરોનાની બીજી લહેરના કારણે યુરોપના સંખ્યાબંધ દેશોમાં બીજી વખત લોકડાઉન લાગુ કરાયુ છે. જાેકે લોકોને લોકડાઉન સામે નારાજગી છે અને ઠેર ઠેર લોકડાઉનના વિરોધમાં હિંસક દેખાવો શરુ થઈ ગયા છે.

પહેલા તબક્કામાં લોકડાઉનને લોકોએ સમર્થન આપ્યુ હતુ પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.લોકો પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરીને લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે.વિરોધ પાછળનુ મુખ્ય કારણ આર્થિક રીતે પડતી અસરો છે.જે નેતાઓ લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે તેમને હવે લોકો સમર્થન આપી રહ્યા છે. બ્રિટનમાં રિફોર્મ યુકે પાર્ટીએ એલાન કર્યુ છે કે, હવે પાર્ટીનો મુખ્ય એજન્ડા લોકડાઉનનો વિરોધ કરવાનો રહેશે.લોકડાઉનના કારણે જેટલો લાભ થશે તેના કરતા વધારે નુકસાન થશે. 

ઉલ્લેખનીય છે કે, સ્પેન, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ફ્રાંસ , જર્મની, ઈટાલી, નેધલેન્ડ અને બ્રિટનમાં પૂર્ણ અથવા આંશિક લોકડાઉન લાગુ કરવાયુ છે.જેમાં સૌથી વધારે વિરોધ સ્પેન અને બેલ્જિયમમાં થઈ રહ્યો છે.સ્પેનમાં રાતના સમયે કરફ્યુ પણ લગાવાયો છે.રાજ્યોની સીમાઓ સીલ કરાઈ છે.જાેકે એ પછી સ્પેનમાં પ્રતિબંધોના ઉલ્લંઘનની ઘટનાઓ બની રહી છે.કેટલીક જગ્યાએ લૂંટફાટ થઈ છે.મેડ્રિડમાં થયેલી હિંસામાં 12 લોકો ઘાયલ થયા છે.આ સિવાયના શહેરોમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા છે.

બેલ્જિયમમાં પણ કેટલાક જૂથોએ રાજધાની બ્રસેલ્સમાં ઘેરાબંધી કરીને કોરોના સાથે જાેડાયેલા પ્રતિબંધો હટાવવાની માંગણી કરી છે.ઈટાલીમાં પણ વિવિધ શહેરમાં લોકડાઉન વિરોધી દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે. જર્મનીમાં માસ્ક પહેરવાના નિયમના વિરોધમાં દેખાવો થયા છે. લોકોના ગુસ્સાનુ કારણ એ છે કે, લોકડાઉનના કારણે તબાહ થયેલી ઈકોનોમીની કિંમત આમ લોકોને ચુકવવી પડી છે.એટલે લોકડાઉનનો ઉપાય હવે લોકોને ગળે ઉતરી રહ્યો નથી.