સુરત, કતારગામ વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હોય છે. જેના આધારે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સામાન્ય લોકોએ સાથે મળીને ગેસની બોટલ સપ્લાય કરનારાની જાત તપાસ કરી હોય છે. જેમાં ગેસના સિલિન્ડરના અલગ અલગ જગ્યાએ વજનમાં વધઘટ જાેવા મળે છે. જેથી લોકોએ ગેસ કંપનીના કર્મચારીને ઉધડો લીધો છે. સાથે જ લોકોએ આક્ષેપ કર્યા છે કે, ઘણા સમયથી અમારી સાથએ છેતરપિંડી કરવામાં આવી રહી છે. ગેસ ઓછો આપીને અમને અંધારામાં રાખવામાં આવે છે. રૂપિયા પૂરા લેવામાં આવે છે પરંતુ ગેસ ઓછો આપવામાં આવે છે. 

આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે, અમને ફરિયાદ મળી હતી. કતારગામ વિસ્તારમાં ગેસની ઓછી ભરતી બોટલમાં આપવામાં આવે છે. જેના આધારે અમે સ્થાનિક લોકોને સાથે રાખીને તપાસ કરી હતી. જેમાં ગેસની અલગ અલગ બોટલમાં અલગ અલગ વજન સામે આવ્યો છે. જેની અમે કાયદેસરની ફરિયાદ કરવાની છીએ અને આ ભ્રષ્ટાચાર બંધ થાય તેવી માંગ કરી રહ્યાં છીએ. સ્થાનિક રહેવાસી અને ગૃહિણી સોનલ પટેલએ જણાવ્યું હતું કે, અમે ચંદન ગેસ એજન્સી પર ભરોસો રાખીને દર વખતે બોટલ મંગાવતા હોઈએ છીએ.કયારેય વજન પણ કરતા નથી. પરંતુ સામાન્ય દિવસો કરતાં બાટલો ઝડપથી ઓછો થઈ જતો હતો. આ વખતે તપાસ કરતાં બોટલમાં અઢી કિલો ઓછો વજન આવ્યો હોવાનું સામે આવ્યુ છે.