ઑક્સફોર્ડે બાળકો પર કરાનાર એસ્ટ્રાજેનેકાના પરીક્ષણ પર લગાવી રોક
07, એપ્રીલ 2021 396   |  

લંડન-

એસ્ટ્રેજેનેકા કોરોના વાયરસ વેક્સીનથી લોહી જામવાની આશંકાઓ વચ્ચે ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે બ્રિટનમાં આ વેક્સીનના બાળકો પર કરાનાર પરીક્ષણ પર રોક લગાવી દીધી છે. ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે મંગળવારે આ બાબતે માહિતી આપી. ઑક્સફોર્ડે પોતાના નિવેદનમાં કહ્યુ કે જાે કે પરીક્ષણ દરમિયાન સુરક્ષા માટે કોઈ ચિંતાઓ નથી પરંતુ પરીક્ષણ દરમિયાન વેક્સીનનો કોઈ પણ ડોઝ આપતા પહેલા આપણે વડીલોમાં લોહી જામવાના સામે આવેલા અમુક કેસો બાબતે યુકેના નિયામકોના સમીક્ષા રિપોર્ટની રાહ જાેઈશુ.

બ્રિટનની મેડિસિંસ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્‌સ રેગ્યુલેટરી એજન્સી(સ્ૐઇછ)દુનિયાભરના એ એકમોમાં શામેલ છે જે એસ્ટ્રાજેનેકા વેક્સીનથી લોહી જામવાના સામે આવેલા કેસોની સમીક્ષા કરી રહ્યુ છે. આ એકમ એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે લોહી જામવાને એસ્ટ્રાજેનેકા વેક્સીન સાથે કોઈ સંબંધ છે કે નહિ. તમને જણાવી દઈએકે નૉર્વે અને યુરોપના અમુક દેશોમાં એસ્ટ્રાજેનેકા કોરોના વાયરસ વેક્સીન લાગ્યાના અમુક સમય બાદ લોકોમાં લોહી જામવાના કેસ સામે આવ્યા હતા ત્યારબાદ આ વેક્સીનના ઉપયોગને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો. જાે કે, બાદમાં આના ઉપયોગને ચાલુ કરી દેવામાં આવ્યો.

સ્ૐઇછ ઉપરાંત ડબ્લ્યુએચઓ અને યુરોપિયન મેડિસિંસ એજન્સી એસ્ટ્રાજેનેકા પર જાહેર કરેલ પોતાના અધ્યયનનો આ સપ્તાહના અંત સુધીમાં ખુલાસો કરશે. તમને જણાવી દઈએ કે બ્રિટન એસ્ટ્રાજેનેકાના ૧૮ મિલિયન ડોઝ લગાવી ચૂકી છે જેમાંથી ૩૦ કેસમાં લોહી જામવાની ફરિયાદ સામે આવી હતી. વળી, મંગળવારે યુરોપિયન મેડિસિંસ એજન્સીએ કહ્યુ કે તે એસ્ટ્રાજેનેકાથી લોહી જામવાના અધ્યયન માટે હજુ કોઈ પરિણામ પર પહોંચી નથી અને હજુ અધ્યયન ચાલુ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution