પાકિસ્તાન-

પાકિસ્તાનમાં પણ ભારે વરસાદને પગલે અનેક રાજ્યોમાં તબાહી ફેલાઈ ગઈ છે અને 50થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું સત્તાવાર અહેવાલો માં જણાવવામાં આવ્યું છે. છેલ્લા થોડા દિવસોમાં પાકિસ્તાનમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. મળતી માહિતી મુજબ ઉત્તર-પશ્ચિમી પ્રાંતમાં સૌથી વધુ જાનહાનિ અને નુકસાની થઈ છે અને કાચા મકાનો સેંકડોની સંખ્યામાં પડી ગયા છે અને કેટલાક મકાનો તણાઈ ગયા છે. 

પાકિસ્તાનમાં પણ કોરોનાવાયરસ ની મહામારીએ હાહાકાર મચાવ્યો છે અને તેની વચ્ચે ભારે વરસાદ અને પૂરથી પાકિસ્તાનના મોટાભાગના જિલ્લાઓમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગિલગીટ બાલ્ટિસ્તાન પંચકમાં 10 લોકોના મૃત્યુ થયા છે તે જ રીતે બલુચિસ્તાન કેટલાક વિસ્તારોમાં પણ ભારે નુકસાની થઈ છે.

સિંધ પ્રાંતના કેટલાક ગામડાઓમાં પૂરને પગલે ભારે વિષમ સ્થિતિ સર્જાઈ છે અને કુલ 100 ઘરોને નુકસાન થઈ છે અને લોકોને સલામત સ્થળે ખસેડવા માટે બચાવ રાહત કાર્યની શરૂઆત કરી દેવામાં આવી છે. આમ તો ભારે વરસાદ અને પૂરને પગલે પાકિસ્તાનના સેંકડો ગામડાઓમાં પારાવાર નુકસાની થઇ હોવાના અહેવાલો છે અને મૃત્યુઆંકમાં વધારો થવાની સંભાવના છે.