પાકિસ્તાાનની નવી ચાલ : હવે માતેલા સાંઢની જેમ છુટો ફરશે હાફિઝ સઇદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2025  |   ઇસ્લામાબાદ   |   11682

તમાચા ઉપર તમાચા પડતા ત્રાસવાદીને ખુલ્લી છૂટ આપવા તૈયારી

અનેક આતંકવાદીઓને જેલમાંથી મુકત કરશે શાહબાઝ શરીફ

ભારતના હુમલાને નિષ્ફળ બનાવવામાં અસક્ષમ પાકિસ્તાન દ્વારા હવે, નવી ચલ રમવાની તૈયારી કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે પાકિસ્તારન અવળચંડાઇ કરવાના પ્રયત્નોચ કરી રહ્યું છે. એક તરફ ભારતના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરના ભાઈ સિહત પરિવારના 10 સભ્યો અને નજીકના ચાર વ્યક્તિના મોત નિપજ્યાં છે. ત્યારે હવે, પાકિસ્તા નના વડાપ્રધાન શહબાઝ શરીફ દ્વારા અનેક આતંકવાદીઓને મુકત કરી દેશે તેવી માહિતી મળી રહી છે. જેના પગલે હાફિઝ સઇદ સહિતના આતંકીને છૂટો દોર મળી ગયો છે.

ભારત-પાકિસ્તાીન યુદ્ધ વચ્ચેશ પાકિસ્તાનને એક નવી યુક્તિપ રમી છે. ભારતના ઓપરેશન સિંદૂરથી ગભરાયેલ થયેલા પાકિસ્તાીન હવે, આતંકવાદી નેતાઓને છૂટો હાથ આપવા જઈ રહ્યું છે. હવે આતંકવાદી હાફિઝ સઈદ જંગલી બળદની જેમ પાકિસ્તાતનમાં ફરશે તેવી શક્યતા નકારી શકાતી નથી. કારણ એ છેકે, પાકિસ્તાીન સરકાર આતંકવાદી હાફિઝ સઈદ પ્રત્યે દયાળુ બનવા જઈ રહી છે. વાસ્ત વમાં, કુખ્યા ત આતંકવાદી અને લશ્કાર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદને જેલમાંથી કાયદેસર રીતે મુક્તછ કરવા માટે પાકિસ્તા નમાં બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

ખરેખર, જ્યાારથી ભારતે પાકિસ્તા નમાં આતંકવાદી છાવણીઓ તોડી પાડી છે, ત્યાતરથી પાકિસ્તા ન ગુસ્સેદ થઈ ગયું છે. હવે તેના માટે આ આતંકવાદી કેન્દ્રો ફરીથી બનાવવાનું સરળ રહેશે નહીં. આ સાથે, ત્યાંા હાજર આતંકવાદીઓનું તૂટેલું મનોબળ પાછું લાવવું પણ મુશ્કેવલ છે. આવી સ્થિશતિમાં, પાકિસ્તા ને તેના આતંકવાદીઓનું મનોબળ ઊંચું રાખવા અને પાકિસ્તાંન સંપૂર્ણપણે આતંકવાદીઓ સાથે છે તે બતાવવા માટે એક નવી રણનીતિ અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે.

પોતાની રણનીતિના ભાગ રૂપે, પાકિસ્તાતને આતંકવાદી હાફિઝ સઈદ વતી પાકિસ્તાાનની લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં હાફિઝ સઈદે તેની સજા રદ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, હાંફીઝને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવા બદલ સજા ફટકારવામાં આવી હતી. સંયુક્તા રાષ્ટ્રિ દ્વારા હાફિઝ સઈદને આંતરરાષ્ટ્રી ય આતંકવાદી જાહેર કર્યા પછી અને ભારતે આતંકવાદમાં તેની સંડોવણીના પુરાવા આપ્યાઆ પછી, પાકિસ્તાાને ભારે દબાણ હેઠળ હાફિઝ સઈદની ધરપકડ કરી. અમેરિકાએ તેના પર દસ લાખ ડોલરનું ઇનામ પણ રાખ્યુંર.

આતંકવાદને સમર્થન આપતા દેશોની યાદીમાંથી પોતાને બહાર કાઢવા માટે, પાકિસ્તાઝને કોર્ટ દ્વારા હાફિઝ સઈદ સહિત કેટલાક આતંકવાદીઓને સજા પણ કરાવી હતી. હાફિઝ સઈદ ૨૦૧૯થી પાકિસ્તારનની કોટ લખપત જેલમાં બંધ હોવાનું કહેવાય છે. જ્યાારે સત્ય તેનાથી વિપરીત છે. તે કયારેય જેલમાં નહોતો.

હાફિઝ સઈદ અને તેના સંગઠન જમાત-ઉદ-દાવાના કેટલાક અન્યસ નેતાઓએ પાકિસ્તા્નની લાહોર હાઈકોર્ટમાં નીચલી કોર્ટની સજા રદ કરવાની માંગણી સાથે અરજી દાખલ કરી છે. જે રીતે પાકિસ્તા‍નમાં ન્યાોયતંત્ર પર સેના અને સરકારનો કાબૂ છે, તે જોતાં શકય છે કે હાફિઝ સઈદને ટૂંક સમયમાં મુક્તન કરવામાં આવે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે. એનો અર્થ એ થયો કે ટૂંક સમયમાં હાફિઝ સઈદ અન્યન આતંકવાદીઓ સાથે મળીને પાકિસ્તાેનની શેરીઓમાં ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ નારા લગાવશે અને પોતાના આતંકવાદી કાવતરાઓ દ્વારા ભારતને આતંકિત કરવાનો પ્રયાસ કરશે.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution