ઇસ્લામાબાદ-

5મી ઑગસ્ટના રોજ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને એક વર્ષ પૂરું થઇ જશે. એક વર્ષ પૂરું થવા પર પાકિસ્તાન આ દિવસને લઇ પ્રોપેગેન્ડા પર ઉતર્યું છે. આપને જણાવી દઇએ કે ગયા વર્ષે ૫મી ઓગસ્ટ, 2019ના રોજ સંસદમાં આર્ટિકલ 370ની સંવૈધાનિક માન્યતાને ખત્મ કરી દીધી હતી. પહેલાં તો પાકિસ્તાને આ દિવસને બ્લેક ડે તરીકે માનાવાનો ર્નિણય કર્યો. જ્યારે તેનાથી પણ તેને શાંતિ ના મળી તો કાશ્મીરને મેળવવા ગાંડા કાઢતા કાશ્મીર હાઇવેનું નામ બદલીને શ્રીનગર હાઇવે કરી દીધું. 

આટલું જ નહીં હાઇવેનું નામ બલવાની સાથે જ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ એલાન કર્યું કે 5મી ઑગસ્ટના રોજ કાશ્મીર પાકિસ્તાન બની જશે. તેમણે કહ્યુ કે અમે ર્નિણય કર્યો છે કે આપણી મંજિલ કાશ્મીર છે. આપણી નજર શ્રીનગર પર છે. આ જે કાશ્મીર હાઇવે છે તેનું નામ આપણે ૫મી ઑગસ્ટથી શ્રીનગર હાઇવે રાખી રહ્યા છીએ. આ તો એ ઇશારો છે જે આપણને શ્રીનગર સુધી લઇ જશે.

આપને જણાવી દઇએ કે પાકિસ્તાન એજન્ડાની અંતર્ગત જે હાઇવેનું નામ બદલીને શ્રીનગર હાઇવે કર્યું છે તે રસ્તો પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની પશ્ચિમમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એક્સપ્રેસવે ઇ-૭૫ સાથે જાેડાયેલો છે. આ રસ્તાની કુલ લંબાઇ ૨૫ કિલોમીટર છે.

પાકિસ્તાને 5મી ઑગસ્ટના રોજ દુનિયાનનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે કાશ્મીરના મુદ્દા પર વ્યાપક પ્રોપેગેંડા અને ભારત પર હુમલાની યોજના બનાવી છે. પાકિસ્તાની સેના અને ISIનો પ્લાન છે કે તેઓ એ દિવસે અલગ-અલગ રીતે ભારત પર હુમલો કરશે. ભારતીય સેનાને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવશે અને પાકિસ્તાન ૫મી ઑગસ્ટના રોજ બ્લેક ડે મનાવશે.

આ સિવાય ૫મી ઑગસ્ટના રોજ ઇમરાન ખાન પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં જશે અને કાશ્મીરના રોદણાં રોશે. પાકિસ્તાન ૪ ઑગસ્ટના રોજ POKમાં સંયુકત રાષ્ટ્રની ટીમ મોકલવાનો પ્લાન બનાવી રહી છે. પાકિસ્તાનની બીજા દેશોમાં ભાડાની ભીડ એકત્રિત કરાવીને ભારત વિરોધી પ્રદર્શન કરવાની પણ યોજના છે. પાકિસ્તાન આ દિવસે જમ્મુ-કાશ્મીરમાં પોતાના ટ્રેન કરેલા આતંકીઓની ઘૂસણખોરી કરાવશે.