પાદરા

પાદરા ના છીપવાડ તળાવમાં ફાયર બ્રિગેડના ચુસ્ત અને તાલીમ બદ્ધ જવાનો ધ્વારા શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે જે અંગે પાદરા નગરપાલિકા ધ્વારા ગણેશ વિસર્જન માટે છીપવાડ તળાવ પાસે ટીમ તૈનાત કરી અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી હતી પાદરા નગરપાલિકાના પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા, પ્રવક્તા ચૈતન્યસિંહ ઝાલા, ઉપ.પ્રમુખ દીવ્યાનીબેન પટેલ તેમજ કરોબરો ચેરમેન નયન ભાવસાર જેઓની ટીમના સદસ્યો પાલિકાની ટીમ ધ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે જેથી કરીને શ્રીજીનું વિસર્જન સાવધાની અને શાંતિ પૂર્વક થઇ શકેપાદરા માં ૧૯/૯/૨૦૨૧ ના રોજ ગણપતિ વિસર્જન હોવાને કારણે નગરપાલિકા ધ્વારા તળાવ ખાતે ભીડ ન થાય અને શાંતિ પૂર્વક રીતે ગણપતિ વિસર્જન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે જાેકે આ વખતે સરકાર ની ગાઈડલાઈન પ્રમાણે ચાર ફૂટ થી ઉચી શ્રીજીની મૂર્તિઓ સ્થાપન કરવાની મનાઈ કરવામાં આવી છે જેના કારણે મંડળના આયોજકો ધ્વારા ઈકોફ્રેન્ડલી માટીના ગણપતિ તેમજ નાની સાઈઝ ની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે પાદરા શહેરના ગણપતી વિસર્જન માટે ફાયરબ્રિગેડ ની ટીમ ચુસ્ત અને તાલીમ બદ્ધ લશ્કર ધ્વારા શ્રીજી ની મૂર્તિ વિધિવત વિસર્જન કરવામાં આવશે આ વખતે મોટી સાઈઝના ગણપતિ નહિ હોવાથી ક્રેઇન અથવા અન્ય સાધનની જરૂર લેવામાં આવશે નહી પાલિકા પ્રમુખ પ્રવક્તાના ચૈતન્યસિંહ ઝાલા ના જણાવ્યા મુજબ પાદરાના છીપવાડ તળાવ ખાતે કૃત્રિમ તળાવ બનાવીને સ્વછ ચોખુ પાણી ભરવામાં આવેલ છે જ્યાં લાઈટીંગ, રેલીન્ગો મારીને ગણેશજીની મૂર્તિ વ્યવસ્થિત તથા વિધીષર વિસર્જન થાય તે માટે ૧૦ જેટલા તરવૈયાઓ સાથે પાલિકાની ટીમ ખડેપગે હાજર રહેશે નગરજનોને અને ગણેશમંડળોને પર્યાવરણની જાળવણી માટે પ્રતિમાનું વિસર્જન પોતાના ઘેર અથવા સોસાયટીમાં કરે તેવી અપીલ કરવામાં આવી છે

૧૯/૯/૨૦૨૧ રવિવારના રોજ ૧૦ માં દિવસનું અંતિમ ગણેશ વિસર્જન કરવામાં આવશે જેમાં પાદરાના છીપવાડ તળાવ પર મોડી સાંજ સુધીમાં ગણેશવિસર્જન સમાપ્ત કરાવી દેવાની તૈયારી રાખવામાં આવી છે તંત્રે વિસર્જનને લઈને આખરી ઓપ આપી દીધો છે જેમાં લાઈટ , પાર્કિંગ, તરવૈયાઓ સહિતની તૈયારી પૂરી કરી દેવામાં આવી છે ગણેશવિસર્જનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પાદરા શહેરમાં બાપાને રીઝવવા માટે છેલ્લા દિવસે અન્નકૂટ, પૂજા - આરતી , મહાઆરતી સહીત પૂજાવિધિ કરી રહ્યા છે.