વડોદરા, તા ૨૯

 વિવાદસ્પદ શૈશવ સ્કુલનાં પિડીત બાળકોનાં વાલીઓ સ્કુલ મેન્જમેન્ટ વિરૂઘ્ઘ લડી લેવામાં મુડમાં છે

બાળકો પર શિક્ષકોએ શારીરીક આત્યાચાર કર્યાનાં આરોપ છે આજે વાલીઓ દ્રારા પીડીત બાળકા ની તબીબી ચકાસણી ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી અને આ તબીબ રીપોર્ટ વાલી દ્રારા ગોત્રી પોલીસ સ્ટેશનમાં રજુ કરવામાં આવ્યો છે. જે શિક્ષકોએ બાળક ને ઇજા પોંહચાડી છે તે શિક્ષક સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગ વાલીઓ દ્રારા કરવામાં આવી છે. આજે આઠ વાલીઓ એ શૈશવ સ્કુલ નાં શિક્ષકો સામે નિવેદનો નોંઘાવ્યા હતા. સ્કુલ મેનેજમેન્ટ થી નારાજ ૧૯ વાલીઓએ પોતાનાં બાળકોની ફિ સ્કુલમાં થી પરત લઇ લિઘી છે અને શાળાનાં શિક્ષકો સામે ગંભીર આરોપ લગાવ્યા છે, વાલીઓ આરોપ લગાવ્યા છે કે શિક્ષકો એ બાળકો સાથે બર્બરતાપુર્વક વર્તન કર્યું છે. જે ચલાવી લેવાય નહી. તબીબી રીપોર્ટમાં પણ બાળકને ઇજા થઇ હોવાનો ઉલેલ્ખ કરવામાં આવ્યો છે ત્યારે હવે ગોત્રી પોલીસે શૈશવ સ્કુલ મેનેજમેન્ટ સામે ફરીયાદ નોંઘી જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવી જાેઇએ.

પીડીત બાળકોની ઘટનાં ને ગંભીરતા થી લઇ વાલીઓએ સ્કુલ મેનેજમેન્ટ પાસે સીસીટીવી ફેુટેજ ની માંગણી કરી હતી. પરંતુ સ્કુલ મેનેજમેન્ટ વાલીઓની માંગણી ને રીસ્પોન્સ ન આપતા વાલીઓ દ્રારા જિલ્લા શિક્ષણ અઘિકારી ને રજુઆત કરી હતી, જિલ્લા શિક્ષણ અઘિકારી કચેરી ઇન્સપેકટરે શૈશવ સ્કુલ સંચાલકો ને સમગ્ર ઘટના મામલે શોકોઝ નોટીશ પાઠવી છે અને દસ દિવસોમાં ખુલાશો આપવા કહ્યું છે, અને સાથે ડીઇઓ દ્રારા સ્કુલ મેનેજમેન્ટ પાસે સીસીટીવી ફુટેજ ની પણ માગણી કરવામાં આવી છે. ત્યારે હવે વાલીઓ અને શાળાનાં સંચાલકો વચ્ચે આ મામલો વઘુ ઉગ્ર બની રહ્યો છે, જિલ્લા શિક્ષણ અઘિકારી કચેરી પણ સમગ્ર ઘટના અને બાળકોનાં વાલીઓ ની ફરીયાદ નાં આઘારે તપાસ હાથ ઘરી છે.

શૈશવના વાલીઓને ન્યાયની આશા

 શૈશવ સ્કુલમાંથી બાળકની ફિ પરત લેનાર વાલી રાજેશ મંંલચંદાણીએ જણાવ્યું હતુ કે અમે છેવટ સુઘી સ્કુલ મેનેજમેન્ટ સામે લડી લઇશું. સ્કુલ મેનેજમેન્ટે વાલીઓની ફરીયાદને ગંભીરતા થી લેવાના બદલે પોતે સમગ્ર ઘટના ને છાવરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જિલ્લા શિક્ષણ અઘિકારીએ સહકાર આપતા વિશ્વાશ વઘ્યો છે કે વાલીઓ અને બાળકો ને ન્યાય મળશે. સી ટીમ દ્રારા પણ બાળકોનું કાઉન્સિલીંગ કરવામા આવશે અને અમે સહકાર આપીશું. હાલ તો બાળકો પર સમગ્ર ઘટનાક્રમ મામલે નકારાત્મક અસર ન પડે તેની અમે સૌ વાલીઓ તકેદારી રાખી રહ્યા છે.