મહિસાગરના પરથમપુર ગામે ફેર મતદાનમાં ૭૧.૩૩ ટકા મત પડ્યાં

લુણાવાડા

મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાસનભાના પરથમપુર મતદાન મથકે પુનઃ મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. ૧૨૨૪ મતદારો પૈકી ૮૫૬ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં ૭૧.૩૩ ટકા મતદાન નોધાયું હતું. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા સહિત ચૂંટણી ઓબ્ઝર્વરની નિગરાની હેઠળ પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંપન થઈ છે.

દાહોદ લોકસભા સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભાના બેઠક પર ગત ૭ મેના રોજ પરમથપુર ગામે મતદાન દરમિયાન ભાજપ નેતાના પુત્ર દ્વારા બુથ કેપ્ચરિંગ કરાયું હતું જેનું સોશિયલ મીડિયા પર વિજય ભાભોરે લાઈવ કર્યું હતું. જે બાદ પોલીસ તંત્ર દ્વારા એક્શનમાં આવ્યુ અને બંનેની ધરપકડ કરી હતી. જે બાદ પરથમપુર બુથ નંબર ૨૨૦ પર ફેર મતદાનનો ર્નિણય લેવાયો હતો. જેમાં ાાજે સવારે ૭ કલાકથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયુ હતું. જેમાં ૭૧.૩૩ ટકા મતદારોે મતદાન કર્યુ હતુ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution