વુહાન-

મહામારીનું કેન્દ્ર રહેલ વુહાન શહેરના એક પ્રમુખ હોસ્પિટલથી સાજા થયેલ કોવીડ-19 ના એક સમૂહના લીધેલા નમૂનામાંથી 90 ટકા દર્દીઓના ફેફસાને નુકસાન પહોંચવાની વાત સામે આવી છે જયારે પાંચ ટકા દર્દીને ફરીથી ચેપ લાગવાને કારણે આઇસોલેશન કરાયા છે. વુહાન યુનિવર્સિટીની ઝોંગનન હોસ્પિટલના સઘન સંભાળ એકમના ડિરેક્ટર પેંગ ઝિઓંગની આગેવાની હેઠળની એક ટીમ એપ્રિલ મહિનાથી સ્વસ્થ થઈ ગયેલા 100 દર્દીઓને ફરી મળી તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે.

એક વર્ષના આ કાર્યક્રમનો પ્રથમ તબક્કો જુલાઈમાં સમાપ્ત થયો હતો. અભ્યાસમાં શામેલ દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે. એક પ્રખ્યાત ચેનલ મુજબ, પ્રથમ તબક્કાના પરિણામો અનુસાર, દર્દીઓના ફેફસાંના 90 ટકા ભાગો હજી પણ નબળી હાલતમાં છે, જેનો અર્થ એ છે કે તેમના ફેફસાંમાંથી હવાના પ્રવાહ અને ગેસ એક્સચેંજનું કાર્ય હજી સુધી સ્વસ્થ લોકોના સ્તરે પહોંચ્યું નથી. 

પેંગની ટીમે છ મિનિટ ચાલવા પર દર્દીઓની તપાસ કરી. તેમને જાણવા મળ્યું કે આ રોગમાંથી સાજા થતા લોકો છ મિનિટના ગાળામાં 400 મીટર ચાલે છે, જ્યારે તંદુરસ્ત લોકો આ સમયગાળા દરમિયાન 500 મીટરનું અંતર કાપી શકે છે. બેઇજિંગ યુનિવર્સિટી ઓફ ચાઇનીઝ મેડિસિનના ડોંગઝેમિન હોસ્પિટલના ર્ડાક્ટર લિયાંગ ટેંગશિયાઓને ટાંકતા માંહીતી આપવામાં આવી હતી કે કેટલાક દર્દીઓ જેઓ હોસ્પિટલથી સજા થઈને આવ્યા છે તેમને ત્રણ મહિના પછી પણ ઓક્સિજન મશીનની જરૂર પડે છે.