સુરત-

સુરત શહેર PCB પોલીસ દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા કોમ્પલેક્સમાંથી ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે. દુકાન નંબર 233-234માં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરને PCB ઝડપી પાડ્યું હતું. જ્યાં કોલ સેન્ટરમાંથી 6 મહિલા સહિત 19 જેટલા લોકોની PCBએ અટકાયત કરી હતી.

કોલ સેન્ટરમાં કામ કરતા મહિલા સહિતના કર્મચારીઓ લોકોને કોલ કરી અવનવી સ્કીમો બતાવતા હતાં. જ્યાં શેર બજાર અને ફોરેકસ કંપનીમાં રોકાણ કરાવવાની ટીપ આપતા હતા. બાદમાં રોકાણ કરાવી પોતાના મોબાઈલ પણ બંધ કરી દેતા હતા. આ પ્રમાણે રૂપિયાના રોકાણ અને અવનવી સ્કીમોમાં લાભ અપાવવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી.હાલ તો PCBએ સૌથી મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ કરી 19 લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે ફરાર કોલ સેન્ટરના મહિલા સંચાલક સહિત 2 લોકોની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. PCBની તપાસ દરમિયાન અન્ય ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે.