વડોદરા, તા. ૨૧

ડીસીબી પોલીસે બે દિવસ પહેલા જ નવીધરતી ગોલવાડ વિસ્તારમાં જુગાર રમતા છ જુગારીયાઓેને ઝડપી પાડ્યા હતા ત્યારે કારેલીબાગ પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. ત્યારબાદ બીજા દિવસે પીસીબી પોલીસે મન્સુરી કબ્રસ્તાન પાસે મોટા પાયે ચાલતા જન્ન-મુન્નાનો જુગાર રમતા ૧૪ ઇસમોને ઝડપી પાડયા હતા અને ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બે દિવસથી ડીસીબી અને પીસીબી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવી રહ્યા છે. જેમાં બે દિવસ અગાઉ પહેલા પડેલા ડીસીબીના દરોડામાં છ જુગારીયાઓ ઝડપાયા હતા જયારે આજરોજના દરોડો દરમ્યાન ૧૪ જુગારીયાઓ પીસીબી પોલીસે ઝડપી પાડયા હતાંં. જેમાં પીસીબી પોલીસે ૧૪ જુગારીયાઓ સહિત કુલ ૩.૭૧ લાખનો મુદ્દામાલ અને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. જાે કે હાલ કારેલીબાગ વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે કે, કારેલીબાગ પોલીસ સ્ટેસનથી એક કીલોમીટરની અંદર મોટા પાયે ચાલતા જુગાર ધામા પર કારેલીબાગ પોલીસ સ્ટેશનના જ વહીવટદારની મંજુરીથી ચલતો હોવાની વાતો વિસ્તારમાં ચાલી રહી છે. જાે કે કારેલીબાગ પોલીસે પોતાની આબરૂ બચાવવા માટે મન્સુરી કબ્રસ્તાન કાગડાની ચાલ મન્સુરી મસ્જીદ પાસે જાહેરમાં બાકડા પર જુગાર રમતા છ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. જાેકે એક જ વિસ્તારમાં આટલા મોટા પાયે ચાલતા જુગાર ધામા પર કારેલીબાગ પોલીસને જાણ ન હતી કે વહીવટદારે ત્યાં જવાની ના પાડી હતી તેવી ચર્ચાઓ હાલ વિસ્તારમાં ચાલી રહી છે. નવાઇની વાત તો એ છે કે જાે પહેલા કારેલીબાગ પોલીસે મન્સુરી મસ્જીદ પાસે દરોડા પાડયા તે સમયે મન્સુરી કબ્રસ્તાન પાસે ચાલતા મોટા જુગાર ધામા દેખાયા નહી કે પછી પોતાની આબરૂ બચાવવા પાંચ જુગારીયાઓને બોલીવીને ફરિયાદ દાખલ કરી પોતાની આબરૂ બચાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જાે આ કેસમાં કોઇ ઉચ્ચા અધિકારી દ્વારા સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવે તો રાવપુરા જેવી ઘટના સામે આવી શકે છે.જેમ કે રાવપુરા પોલીસે દરોડા પાડયા હતા તે સમયે કશુ ન મળ્યું હતુ જાે કે એજન્સી દ્વારા દરોડા પાડીને બુટલેગર દારૂના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો જેમાં ઉચ્ચઅધિકારીએ તપાસ કરતા બે કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતાં. જાે આ કેસમાં પણ જાે કોઇ ઉચ્ચા અધિકારી તપાસ કરે તો કેટલાક કર્મચારીઓ કામગીરીની પોલ છતી થશે.

કારેલીબાગ ૫ોલીસના વહીવટદારની મંજૂરીથી જુગારધામ ચાલતું હતું?

પીસીબી પોલીસે દરોડા પાડીને ૧૪ જેટલા જુગારીયાઓને ઝડપી પાડયા હતા જાે કે હાલ વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે કે વહીવાટદારના ઇશારે આ જુગારધામ ચાલતો હતો. વહીવટદારના ઇશારે કારેલીબાગ પોલીસ સ્ટેસનમાં ફરજ બજાવતા સર્વેલન્સના કર્મચારીઓ પણ આ વહીવટદારથી ખુબ રોષે ભરાયા છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો વહીવટદારને પુછયા વગર કોઇ કામગીરી પણ નથી કરી શકતા. જાે કે આવા મોટા પાયે ચાલતા જુગારધામ વહીવટદારના મંજુરીથી ચાલે છે ? હાલ તેમ ચર્ચાય રહ્યું છે.