09, સપ્ટેમ્બર 2020
990 |
દિલ્હી-
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, યુએસ ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની આકરી ટીકા કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક રેલીને સંબોધન કરતાં કહ્યુ કે,' યુએસ ડેમોક્રેટિક પાર્ટીના નેતા કમલા હેરિસ, ને લોકો પસંદ નથી કરતા. તેથી તેઓ યુનાઇટેડ સ્ટેટ્સની પહેલી મહિલા રાષ્ટ્રપતિ નહીં બની શકે. જો તેમ થાય છે, તો તે આપણા દેશનુ અપમાન હશે.'
વૈશ્વિક કોરોના સંકટ પર બોલતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે,' આપણે સાથે ચીન સાથે મહત્વપૂર્ણ કરાર થયો હતો, પરંતુ કરારની શાહી હજી સૂકાઈ નહોતી ત્યાં ત્યાં કોરોના આવી ગયો. તેથી હું તે કરારને જુદી રીતે જોઈ રહ્યો છું.' યુનાઇટેડ સ્ટેટ્સમાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી છે, પરંતુ કોરોના કટોકટીએ યુનાઇટેડ સ્ટેટ્સને જોરદાર ફટકો લગાડ્યો છે.