નડિયાદ
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો રદ કરાયો છે. આ વખતે કોરોનાના સંક્રમણને કારણે મંદિર પ્રસાશને અને જિલ્લા વહીવટી તંત્રએ ર્નિણય લીધો છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આજે સત્તાવાર ર્નિણય લેવાયો હતો. સાથે સાથે ભક્તોને ઘરે રહીને જ દર્શન કરવા વિનંતી કરવામાં આવી છે.
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આગામી ફાગણી પૂનમનો મેળો રદ કરાયો છે. ફાગણી પૂનમનું ખુબ જ ધાર્મિક મહત્વ હોય છે. આ દિવસે લાખો પદયાત્રીઓ ચાલતાં ડાકોર શ્રી રણછોડરાયના દરબારમાં આવી શીશ નમાવે છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત મુંબઈ, અમદાવાદ જેવાં શહેરોમાંથી ચાલતાં તો ક્યાંક સંઘમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર આવે છે. ખુબ જ ધામધૂમથી ફાગણી પૂનમની હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જાેકે, આ વખતે આ ઉજવણીમાં કોરોનાનું સંકટ ફરી વિઘ્ન બન્યું છે. ૨૮મી માર્ચે ફાગણી પૂનમ હોવાથી તા.૨૭, ૨૮, ૨૯ માર્ચ એમ ત્રણ દિવસ ડાકોર મંદિર બંધ રહેશે, તેવો ર્નિણય કરાયો છે. જાેકે, આ તમામ બાબતો વચ્ચે ઠાકોરજીની સેવાપૂજા નિત્યક્રમ મુજબ થશે, પરંતુ બંધ બારણે. ઠાકોરજીની તમામ પૂજા વિધી બંધ બારણે થશે તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
આ બેઠકમાં મંદિરના મેનેજર, જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યાં હતાં. ડાકોરના ઠાકોરને ફાગણી પૂનમે મળવા આવતાં પદયાત્રીઓને ઘરેથી દર્શન કરવા અથવા તો મંદિર પ્રસાશન દ્વારા ઓનલાઇન દર્શન કરવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, તેવી કહેવાયું હતું.
ડાકોરમાં ફાગણી પૂનમે દર વર્ષે વહેલી સવારે મંગળા આરતી થાય છે. આ બાદ શણગાર વસ્ત્રો તથા
શૃંગાર ધરાવવામાં આવે છે. ઉપરાંત ભોગ ધરાવવામાં આવે છે, જેમાં ધાણી, ચણા, લાડંુનો પ્રસાદ હોય છે. આ સમયે ભક્તો ગુલાલ ઉછાળી ભક્તીના રંગમાં રંગાઈ જાય છે. સવારથી ભક્તોનો ભારે ઘસારો હોય છે. જાેકે, આ વખતે પૂનમના દિવસે મંદિર બંધ રહેશે અને સંપૂર્ણ સાદગી અને બંધ બારણે પૂજન કરવામાં આવશે.
Loading ...