ડભોઇ, તા.૮

લકવાગ્રસ્ત પતિની સારવાર માટે મજબુર મહીલા બે સંતાનો ની માતા ને ડભોઇ ના ફીજીયોથેરાફીસ્ટ દ્વારા મહીલા ને ઘેર જઈ તેના પતિ ની સારવાર મા વિશ્વાસ કેળવી દોઢ વર્ષથી પરીણીતા સાથે,લગ્નની લાલચ આપી.શારીરીક સબંધો બનાવી આખરે તરછોડી દેતા

પોલીસે મહીલાની ફરીયાદ આધારે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મહીલા તેના લકવાગ્રસ્ત પતિ અને બે સંતાનો સાથે મા રહે છે.ત્યારે બે વર્ષ અગાઉ તેના પતિ ને બ્રેન સ્ટોક આવતા મહીલા નો પતિ લકવાગ્રસ્ત થયો હતો.જેથી પ્રથમ રાજકોટ સારવાર કરાયા બાદ ડભોઇ ના ગ્રામ્ય વિસ્તાર મા પોતાના ઘેર રહેવા આવી ગઈ હતી.જે બાદ મા તેને પોતાના પતિની સારવાર અર્થે અગાઉ ના તબીબ ની સલાહ મુજબ કસરત ની જરુર હોય ડભોઇ ના રાધે કોમ્પ્લેક્ષ મા ફીજીયોથેરાફિસ્ટ તરીકે દવાખાનુ ધરાવતા ડૉ.શિવાંગ મધુસુદન મોદી તબીબ નો સંપર્ક કર્યો હતો.અને ઘેર આવી પતિને કસરત કરાવે તેની ફી આપવા મહીલાએ તૈયારી બતાવી હતી.જેથી તબીબે મહીલાના ઘેર જઈ કસરત કરાવાનુ શરુ કર્યુ હતુ.બીજીબાજુ મીઠા બોલ બોલી પરીણીત મજબુર મહીલા સાથે વિશ્વાસ કેળવી મહીલાનુ શિયળ લુંટવાની શરુઆત કરી હતી.મહિલા ની ફરિયાદ પ્રમાણે તબીબે તેના પતિ બાળકો ને પણ રાખશે તેમ કહી લગ્નની લાલચ પણ આપી હતી.દોઢ વર્ષથી સબંધો રાખનાર તબીબે આખરે મોઢુ ફેરવતા મહીલા એ તેની સામે બળાત્કાર ની ફરીયાદ આપતા પોલીસે તબીબ સામે ગુંહો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.