સુરત-

સુરતના કીમ પાસે હાઈવે પર મોડી રાત્રે ડમ્પર ફરી વળતાં 15 લોકોનાં મોત થવાની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ અકસ્માતમાં મોતને ભેટનારા લોકોના પરિવારજનોને સહાય પેટે રૂપિયા 2 લાખ આપવામાં આવશે. તેમજ જે લોકોને ઈજાઓ થઈ છે તેમને સારવારની વ્યવસ્થા કરાઈ છે અને તેમને રૂપિયા 50,000ની સહાય કરવામાં આવશે. 

માંડવી તરફ જઈ રહેલા ડમ્પરે ફૂટપાથ પર ચડી જઈને ગાઢ નિદ્રામાં સૂતેલા 18 જણાંને કચડી નાંખતાં 15નાં મોત થયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાઓને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.