પીએમ મોદી અને કાર્ની વચ્ચે અનેક કરાર પર હસ્તાક્ષર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, માર્ચ 2026  |   2772


નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્નીએ સોમવારે દિલ્હીમાં મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા. બેઠક બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે સિવિલ ન્યુક્લિયર એનર્જીમાં લાંબા ગાળા માટે યુરેનિયમ સપ્લાયનો એક મહત્વપૂર્ણ કરાર થયો છે. બંને દેશો સ્મોલ મોડ્યુલર રિએક્ટર અને અદ્યતન રિએક્ટરો પર સાથે મળીને કામ કરશે. હવે બંને દેશો વેપાર, ઊર્જા અને ટૅક્નોલૉજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારીને સંબંધો સુધારવા માટે મક્કમ દેખાય છે. આ બેઠક દરમિયાન ભારત અને કેનેડાએ વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૫૦ બિલિયન ડૉલર સુધી લઈ જવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું, છેલ્લા દાયકામાં પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે. અહીં માથાદીઠ આવકનો વિકાસ એવો રહ્યો છે જે ઇતિહાસમાં બહુ ઓછો જાેવા મળ્યો છે. કેનેડા તમારા આ જ ઉત્સાહ અને હેતુની ભાવનાને શેર કરે છે. મને લાગે છે કે આ નવા યુગમાં સફળતાનો માર્ગ ૨૦૨૩માં તમારા ય્૨૦ અધ્યક્ષપદના વિષય ‘ર્ંહી ઈટ્ઠિંર, ર્ંહી હ્લટ્ઠદ્બૈઙ્મઅ, ર્ંહી હ્લેંેિી’ માં સારી રીતે દર્શાવવામાં આવ્યો છે, કારણ કે આપણા સમયના પડકારોને કોઈ પણ દેશ એકલો ઉકેલી શકતો નથી.કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું, છેલ્લા એક વર્ષમાં કેનેડા અને ભારતની સરકારો વચ્ચે જે સંવાદ થયો છે, તે છેલ્લા બે દાયકામાં થયેલા તમામ સંવાદો કરતા વધુ છે. આ માત્ર સંબંધોનું નવીકરણ નથી, પરંતુ નવા ઉત્સાહ, ધ્યાન અને દૂરદર્શિતા સાથે એક મૂલ્યવાન ભાગીદારીનો વિસ્તાર છે. આ બે આત્મવિશ્વાસુ દેશો વચ્ચેની ભાગીદારી છે, જેઓ પોતાના ભવિષ્યની દિશા પોતે નક્કી કરી રહ્યા છે.પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં ચાલી રહેલા અનેક તણાવો પર ભારતનું વલણ સ્પષ્ટ છે. અમે હંમેશા શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની વાત કરતા રહ્યા છીએ, અને જ્યારે બે લોકશાહી દેશો સાથે ઉભા રહે છે, ત્યારે શાંતિનો અવાજ વધુ મજબૂત બને છે. પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ આપણા માટે ઊંડી ચિંતાનો વિષય છે. ભારત તમામ વિવાદોને સંવાદ અને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાનું સમર્થન કરે છે અને ક્ષેત્રમાં તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ દેશો સાથે ગાઢ સહયોગ ચાલુ રાખશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેનેડા ભારત માટે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution