લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, માર્ચ 2026 |
1980
નવી દિલ્હી,ઇરાન-ઇઝરાયલ-યુએસ વચ્ચે યુદ્ધથી ભારત સહિત અનેક દેશોમાં ઓઇલ અને ગેસનું સંક્ટ તોળાઇ રહ્યુ છે. તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી મળવા પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે વિદેશમંત્રી એસ જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ચર્ચા કરી. હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતની ગેસ આયાતમાં ૩૦%નો ઘટાડો નોંધાયો છે, જેનાથી દેશમાં ઓઈલ અને ગેસના પુરવઠા પર જાેખમ તોળાઈ રહ્યું છે. આ કટોકટી વચ્ચે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મુલાકાતમાં દેશની ઉર્જા સુરક્ષા જાળવવા, ઇંધણના ભાવ પર અંકુશ રાખવા અને વૈકલ્પિક આયાત માર્ગો શોધવા અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
દેશની તમામરિફાઈનરીઓને ન્ઁય્ ઉત્પાદન વધારવા સરકારનો આદેશ વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ઇંધણ પુરવઠાની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને સરકારે ન્ઁય્ ગેસ અંગે કેટલાક મહત્વપૂર્ણ ર્નિણયો લીધા છે. સરકારે ઓઇલ રિફાઇનરીઓને ન્ઁય્ ઉત્પાદન વધારવા અને ઘરેલંુ સિલિન્ડરો માટે વધારાના ગેસને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે, જેથી અછત ન થાય. સરકારે ઘરેલુ ન્ઁય્ પુરવઠાને પ્રાથમિકતા આપી છે. સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આયાતી ન્ઁય્ હાલમાં હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી આવશ્યક સંસ્થાઓને ફાળવવામાં આવી રહી છે.
ગુજરાતના ઉદ્યોગોને મળતા ગૅસમાં ૫૦% કાપ મૂકાયો
ગુજરાતમાં ગેસના પુરવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. ઘરેલુ ગેસ પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે ઉદ્યોગોને આપવામાં આવતા ગેસના વપરાશમાં ૫૦ ટકા સુધીનો કાપ મૂકવામાં આવ્યો છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીયલ ગેસ પુરવઠામાં સીધો ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીઓમાં વપરાતા ગેસમાં પણ લગભગ ૪૦ ટકા સુધીનો કાપ લાદવામાં આવ્યો છે. વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે રાજ્યના એકપણ ઘરમાં ગેસના અભાવે ચૂલો બંધ ન રહે. તેથી ગેસના પુરવઠા અને વધતી માગ વચ્ચે સંતુલન જાળવવા માટે ઉદ્યોગ ક્ષેત્રે કાપ મૂકવાનો ર્નિણય લેવાયો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કાપ મુખ્યત્વે મોટા ઔદ્યોગિક એકમો માટે જ લાગુ કરવામાં આવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરના પુરવઠામાં હાલ કોઈપણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો નથી. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના ઘરોમાં ગેસની બોટલ સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.
-અને ગૂડ ન્યૂઝ ક્રૂડ ઓઇલ ૯% સસ્તું થઈને ૮૮ ડોલર પર આવ્યું : ગ્લોબલ -અને ગૂડ ન્યૂઝ ક્રૂડ ઓઇલ ૯% સસ્તું થઈને ૮૮ ડોલર પર આવ્યું : ગ્લોબલાર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આજે એટલે કે ૧૦મીએ મોટો ઘટાડો જાેવા મળ્યો છે. એશિયામાં શરૂઆતી કારોબાર દરમિયાન બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ ૮.૫% ઘટીને ૯૨.૫૦ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયા. આ પહેલા ગઈકાલે તે ૧૧૫ ડોલરની નજીક પહોંચી ગયો હતો. જ્યારે અમેરિકી તેલ (ઉ્ૈં) પણ લગભગ ૯% ઘટીને ૮૮.૬૦ ડોલર પ્રતિ બેરલના સ્તરે આવી ગયું છે. તેલના ભાવમાં આ ઘટાડો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદન પછી આવ્યો છે, જેમાં તેમણે યુદ્ધ જલદી સમાપ્ત થવાની વાત કહી હતી.