PM મોદીએ લોન્ચ કરી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના , લાખો લોકોને મળશે રોજગાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, સપ્ટેમ્બર 2020  |   3366

દિલ્હી-

બિહારમાં આ વર્ષ થવા વાળા વિધાનસભા ચુંટણીની પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ રાજ્યને 294.53 કરોડ રૂપિયાની યોજનાની ભેટ આપી છે. પીએમ મોદીએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના લૉન્ચ કરી. આ યોજનાથી 55 લાખ લોકોને રોજગાર મળવાની ઉમ્મીદ જતાવામાં આવી છે. તેમાં 5 વર્ષમાં 70 લાખ ટન માછલીનું ઉત્પાદન થઈ શકશે. તેની સાથે જ ખેડૂતોનો ઉપયોગ માટે એક ઈ-ગોપાલ એપની શરૂઆત કરી છે. આ દરમ્યાન સૂબેના મુખ્યમંત્રી નીતીશ કુમાર, ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સહિત ઘણા નેતા હાજર રહ્યા.

આ અવસર પર પ્રધાનમંત્રી દ્વારા બિહારમાં મત્સ્ય પાલન અને પશુપાલન ક્ષેત્રોમાં ઘણી અન્ય પહેલ પણ શરૂ કરવામાં આવી. પીએમ મોદીએ કહ્યુ કે કોશિશ એ છે કે હવે આ સદીમાં Blue Revolution એટલે માછલી પાલનથી જોડાયેલ કામ, White Revolution એટલે ડેરીથી જોડાયેલ કામ, Sweet Revolution એટલે શેહદ ઉત્પાદન, અમારા ગામડાઓને વધારે મજબૂત કરે. 

પીએમ મોદીએ કહ્યુ કે આજે દેશના 21 રાજ્યોમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના લૉન્ચ કરવામાં આવી રહી છે. તેમાં 4-5 વર્ષમાં 20 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવામાં આવશે. તેમાંથી આજથી જ 1700 કરોડ રૂપિયાનું કામ શરૂ થઈ રહ્યુ છે. આ યોજનાથી માછલી ઉત્પાદકોને નવા બજાર મળશે. દેશના દરેક હિસ્સામાં સમુદ્રના કિનારે માછલી વ્યાપારના કારોબારને ધ્યાનમાં રાખતા આટલી મોટી યોજના બનાવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution