દિલ્હી-

વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી એ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બૈજલ પટેલ સાથે, અમદાવાદના શ્રેય હોસ્પિટલમાં બનેલા અકસ્માત અંગે ચર્ચા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ, આ આગ અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવાર માટે 2 લાખ રૂપિયા અને ઘાયલ નાગરિકોને વડા પ્રધાનના રાષ્ટ્રીય સહાય ભંડોળમાંથી 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, "અમદાવાદની ઘટનાથી હું, બેહદ દુ:ખી છું. મૃતકોના પરિવારજનો પ્રત્યેની અમારી સંવેદના અને ઝડપથી પુન સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તે માટે મારી પ્રાર્થના." મોદીએ આ ઘટનાની ચર્ચા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બૈજલ પટેલ સાથે કરી હતી. વહીવટીતંત્ર ઘાયલ નાગરિકોને, તમામ પ્રકારની સહાય પૂરી પાડી રહ્યુ છે.