દિલ્હી-

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પ્રીપેડ ઇલેક્ટ્રોનિક વાઉચર પેમેન્ટ સોલ્યુશન e-rupee લોન્ચ કરશે. તે સરકાર દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આપવામાં આવેલ 'સોડેક્સો કૂપન' જેવું કાર્ય કરે છે જેથી તેઓ ઇન્ટરનેટ અથવા પેમેન્ટ એપ્સ વિશે જાણતાં ન હોય કે ઉપયોગ કર્યા વગર તેનો ઉપયોગ કરી શકેઈ-રૂપી ખાનગી ક્ષેત્રના ઉપયોગ માટે ખુલ્લું છે અને તે તેમના કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમોના ભાગરૂપે આ ડિજિટલ વાઉચર્સનો લાભ લઈ શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા તેના UPI પ્લેટફોર્મ પર સરકારના વિવિધ વિભાગોના સહયોગથી વિકસાવવામાં આવી છે. ઇ-રૂપી ડિજિટલ ચૂકવણી માટે કેશલેસ અને સંપર્કરહિત સાધન છે. તે એક QR કોડ અથવા SMS આધારિત ઇ-વાઉચર છે, જે લાભાર્થીઓના મોબાઇલ પર પહોંચાડવામાં આવે છે.આ સીમલેસ વન-ટાઇમ પેમેન્ટ મિકેનિઝમના વપરાશકર્તાઓ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ એક્સેસ વિના સર્વિસ પ્રોવાઇડર પર વાઉચર રિડીમ કરી શકશે. ઈ-રૂપી સરકાર દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આપવામાં આવેલા 'સોડેક્સો કૂપન' જેવું કાર્ય કરે છે. જેથી તેઓ ઈન્ટરનેટ કે પેમેન્ટ એપનો ઉપયોગ કર્યા વગર તેનો ઉપયોગ કરી શકાશે.