15, ડિસેમ્બર 2020
દિલ્લી-
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં લગભગ 13 દિવસોથી ખેડૂતોનુ આંદોલન ચાલુ છે. આ દરમિયાન આજે મંગળવાર (15 ડિસેમ્બર)ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના કચ્છનો પ્રવાસ કરશે જ્યાં તે ખેડૂતો સાથે મુલાકાત કરશે. પીએમ મોદી આજે કચ્છના એક દિવસીય પ્રવાસ પર જશે. અહીં તે કચ્છના કૃષક સમાજ અને ગુજરાતના સિખ ખેડૂતો સાથે મુલાકાત કરશે. પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ દરમિયાન પીએમ મોદી અમુક પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને કચ્છના ધોરડોમાં ખેડૂતો અને કલાકારો સાથે વાતચીત પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસ દરમિયાન વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓમાં એક ડિસલિનેશન પ્લાન્ટ, હાઈબ્રીડ પાર્ક અને ઑટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ શામેલ છે. પ્રધાનમંત્રી કાર્યાલયથી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ દરમિયાન પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. પીએમ મોદી આ દરમિયાન સફેદ રણનો પ્રવાસ પણ કરશે. જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે 10 મિલિયન લીટર પ્રતિ દિનની ક્ષમતા(100 એમએલડી)વાળો આ ડિસેલિશન પ્લાન્ટ નર્મદા ગ્રિડ, સોની નેટવર્ક અને વેસ્ટ વૉટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પૂરુ કરીને ગુજરાતમાં જળ સુરક્ષાને મજબૂત કરશે.
પીએમ મોદી પોતાના મુખ્ય કાર્યક્રમ પહેલા કચ્છના ખેડૂતો સાથે વાતચીત કરશે. આ દરમિયાન પીએમ મોદી કૃષિ કાયદા વિશે ખેડૂત આંદોલનમાં ભાગ લેનાર ખેડૂતો માટે ખાસ સંદેશ આપી શકે છે. રિપોર્ટ મુજબ ભારત-પાક સીમા પાસે વસેલા સિખ ખેડૂતોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંવાદ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પીએમ મોદી કચ્છની સરહદ ડેરી અંજારમાં એક સંપૂર્ણપણે ઑટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. આ પ્લાન્ટની કિંમત 121 કરોડ રૂપિયા હશે અને આમાં પ્રતિદિન 2 લાખ લીટર દૂધને પ્રોસેસ્ડ કરવાની ક્ષમતા હશે.