દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 નવેમ્બરે સવારે 9 વાગ્યે અમદાવાદ આવશે. અમદાવામાં આવી શહેરના ઝાયડસ કેડિલાના ચાંગોદર સ્થિત પ્લાન્ટની મુલાકાત લેશે. અહીં થઈ રહેલી કોરોનાની વેક્સિનના નિર્માણ કાર્યની પ્રગતિનું નિરિક્ષણ કરશે. ત્યાર બાદ પુણે અને હૈદરાબાદની મુલાકાત લેશે જેની સત્તાવાર જાહેરાત PMO દ્વારા કરી દેવામાં આવી છે. PM મોદી ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને હૈદરાબાદ પણ જશે.


વડાપ્રધાન મોદી સવારે 9 વાગ્યે અમદાવાદ પહોંચશે, અહીં આવી સીધા ચાંગોદર સ્થિત ઝાયડસના પ્લાન્ટની મુલાકાત લેશે. મુલાકાત બાદ પીએમ મોદી દ્વારા કોરોનાની વેક્સિન અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ શકે છે, તેવું પણ માનવામાં આવી રહ્યુ છે. તેઓ કોરોનાની વેક્સિનના રીસર્ચમાં જોડાયેલા વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરશે. તેમજ રિસર્ચમાં જોડાયેલા વૈજ્ઞાનિકોનો આભાર માનશે અને તેમના કાર્યને બિરદાવશે. મળતી માહિતી મુજબ અમદાવાદ કેડિલા ઝાયડ્સની મુલાકાત બાદ પીએમ મોદી 11 વાગ્યે પુણે જવા રવાના થશે. ત્યાર બાદ બપોરે 2 વાગ્યે પુણેથી હૈદરાબાદ જવા રવાના થશે.