લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026 |
1980
કેન્દ્ર સરકારે ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલના રોજ ગૃહની વિશેષ બેઠક બોલાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશેષ સત્રનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા દેશની મહિલાઓને ૩૩ ટકા અનામતનો લાભ અપાવવાનો સંકલ્પ દોહરાવ્યો છે. વડાપ્રધાને જણાવ્યું કે, “આ અમારી જ સરકાર છે જેમણે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો માર્ગ મોકળો કર્યો છે.” તેમણે ઉમેર્યું કે આ કાયદાનો લાભ ૨૦૨૯ની લોકસભા ચૂંટણીથી મળવાનું શરૂ થઈ જાય તે માટે કાયદો બનાવવા અને વર્તમાન જાેગવાઈઓમાં સુધારો કરવાની જરૂર છે. આ માટે ૧૬ થી ૧૮ એપ્રિલ સુધી એક ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે.વિશેષ સત્રના એજન્ડામાં બીજું સૌથી મહત્વનું પાસું સીમાંકન અને બેઠકોની સંખ્યા સાથે જાેડાયેલું છે. વડાપ્રધાને તે રાજ્યોની આશંકાઓ પર વિરામ મૂક્યો જેમણે જનસંખ્યા નિયંત્રણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા અને તેલંગાણામાં એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે વસ્તી ઓછી હોવાથી તેમની લોકસભા બેઠકો ઘટી જશેમોદીએ ખાતરી આપતા કહ્યું કે કેરળ હોય કે તમિલનાડુ, દક્ષિણ ભારતના કોઈપણ રાજ્યની બેઠકો ઓછી નહીં થાય.