જાહેરનામા ભંગની ફરીયાદનાં આધારે BJPના 9 આગેવાનો સામે પોલીસની કાર્યવાહી

ડાંગ-

જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચનખલ ગામે વિધાનસભાની પેટા ચૂંટણીનાં મતદાનનાં દિવસે ભારતીય જનતા પાર્ટી, જિલ્લાનાં આગેવાનો મતદાતાઓને રોકડ રકમ આપી પ્રલોભન આપતા હોવાની જાણ થતા સ્થાનિક કોંગ્રસી આગેવાન કમલેશભાઈ પટેલને થતા તેઓએ ચૂંટણી પંચનાં ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી હતી. જાહેરનામાં ભંગની ફરીયાદનાં આધારે આહવા પોલીસ દ્વારા મેનેજર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આહવાનાં જાહેરનામાં ભંગ બદલ ભારતીય જનતા પાર્ટી સુરત ગ્રામ્યનાં 9 જેટલા આગેવાનો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો. મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચનખલ ગામે વિધાનસભાની પેટા ચૂંટણીનાં મતદાનનાં દિવસે સાંજે 4 વાગ્યાનાં અરસામાં ભારતીય જનતા પાર્ટી સુરત ગ્રામ્યનાં 7 જેટલા આગેવાનો આ ગામમાં પ્રવેશી મતદાતાઓને રોકડ રકમ આપી પ્રલોભન આપી રહ્યાની જાણ સ્થાનિક કોંગ્રેસી આગેવાન કમલેશભાઈ પટેલને થઈ હતી. જિલ્લામાં પેટા ચૂંટણીમાં જાહેરનામા ભંગની ફરીયાદનાં આધારે 9 ભાજપના આગેવાનો સામે પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution