દેવભૂમિ દ્વારકા-

દેવભૂમિ દ્વારકામાંથી ગાંજાની ખેતીનો મામલો સામે આવ્યો છે. જેમાં કુલ ૬૨ કિલોના જથ્થા સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ પોલીસે કરી લીધી છે. દ્વારકાના નાગેશ્વર રોડ પરના રાણેશ્વર વિસ્તારમાં પોલીસે એક મકાનના આંગણામાંથી ગાંજાનું વાવેતર થયું હોવાનું પકડી પાડ્યું છે. પોલીસે સુકો ગાંજાે, લીલા છોડ સહિત કુલ રૂ. ૬.૨૦ લાખનો મુદ્દામાલ અને એક વૃદ્ધની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મકાનનાં આગણાંમાં જાણે ગાંજાનું આખં જંગલ ઊભું હોય એવો માહોલ જાેવા મળ્યો હતો. દ્વારકાના રામદેવ પીર મંદિરની બાજુમાં રહેતા બાલુભાઈ રાજાભાઈ ખાવડિયાના મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં મકાનની નજીક આવેલી જગ્યામાં મોટી માત્રામાં ગાંજાનું વાવેતર કર્યા હોવાનું જાણવા મળ્યું. પોલીસે ૫.૬૭ લાખની કિંમતના ગાંજાના ૫૬.૭૮૬ ગ્રામ વજનના ૪૩ લીલા છોડ, રૂ. ૫૩,૧૪૦/ ની કિંમતનો પાંચ કિલો ૩૧૩ ગ્રામ સુકો ગાંજાે અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે બાલુભાઈ ખાવડિયાની ધકપકડ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર યાત્રાધામ દ્વારકામાં ચકચાર મચાવી દીધી છે. દ્વારકા જિલ્લાના ર્જીંય્ ઈન્ચાર્જ જે.એમ. ચાવડા તથા ઁજીૈં એ.ડી. પરમાર તથા સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી. એટલે મોડી સાંજે ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સરનામાને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને પ્રાથમિક પૂછપરછમાંથી એવું જાણવા મળ્યું છે કે, આવું આરોપીએ પોતાના અંગત સ્વાર્થ હેતું કર્યું હતું.