28, સપ્ટેમ્બર 2020
1089 |
અમદાવાદ-
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. કોંગ્રેસે નીમેલા ઇન્ચાર્જ સાથે રાજીવ સાતવ બેઠક કરશે અને ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી અંગે ચર્ચા કરશે. આ તમામ 8 બેઠકો પર ઉમેદવારોની પેનલને આખરી ઓપ આપશે. ત્યારબાદ ઉમેદવારની પેનલ દિલ્હી હાઇકમાન્ડને મોકલવામાં આવશે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. કોંગ્રેસે નીમેલા ઇન્ચાર્જ સાથે રાજીવ સાતવ બેઠક કરશે અને ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી અંગે ચર્ચા કરશે. આ તમામ 8 બેઠકો પર ઉમેદવારોની પેનલને આખરી ઓપ આપશે. જો કે, કોંગ્રેસ ભવન ખાતે વન ટુ વન બેઠક યોજાશે. ત્યારબાદ બુધવારે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે વર્ષના અંતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ શકે છે. જેમાં 6 મહાનગર પાલિકા, 31 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે.