લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026 |
વડોદરા |
1980
ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે ભરૂચના ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) ના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ એક બહુ મોટી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. સતત ૭ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવતા મનસુખ વસાવાએ હવે આવનારી લોકસભા ચૂંટણી ન લડવાનું એલાન કર્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હવે નવા ચહેરાઓને મોકો મળવો જાેઈએ અને પાર્ટીએ ચૂંટણી સમયે જ ર્નિણયો લેવાને બદલે નવું નેતૃત્વ તૈયાર કરવું જાેઈએ.
મનસુખ વસાવાએ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, મેં સાંસદ તરીકે મારી ૭ ટર્મ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હવે સમય આવી ગયો છે કે મારા સ્થાને પાર્ટીના અન્ય સારા અને સક્ષમ કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની તક આપવામાં આવે. આ ઉપરાંત, તેમણે પાર્ટી હાઈકમાન્ડને પણ એક મહત્વની સલાહ આપતા કહ્યું કે પાર્ટીએ હંમેશા અગાઉથી જ બીજાે વિકલ્પ તૈયાર રાખવો જાેઈએ. તેમના મતે, જ્યારે ચૂંટણી માથા પર આવે ત્યારે જ નવા નિયમો લાગુ કરવાથી પાર્ટીને યોગ્ય અને જીતાડી શકે તેવા ઉમેદવારો મળતા નથી. આથી, ભવિષ્યમાં સારા ઉમેદવારો શોધવા માટે પાર્ટીએ અત્યારથી જ એડવાન્સ પ્લાનિંગ કરવું જાેઈએ.
૧ જૂન ૧૯૫૭ ના રોજ જન્મેલા મનસુખભાઈ ધનજીભાઈ વસાવા ભાજપના એક ખૂબ જ જૂના અને દિગ્ગજ નેતા છે. તમને જણાવી દઈએ કે, ભરૂચ લોકસભા સીટ એક સમયે કોંગ્રેસના કદાવર નેતા અહેમદ પટેલનો ગઢ ગણાતી હતી. પરંતુ ૨૫ નવેમ્બર ૧૯૯૮ ના રોજ યોજાયેલી પેટાચૂંટણીમાં મનસુખ વસાવાએ અહીંથી ભવ્ય જીત મેળવીને ૧૨ મી લોકસભામાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેઓ ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪ માં સતત આ જ બેઠક પરથી જંગી બહુમતી સાથે ચૂંટાતા આવ્યા છે. તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ લાંબી અને પ્રભાવશાળી રહી છે. તેઓ ૧૯૯૪માં ગુજરાત સરકારમાં નાયબ મંત્રી તરીકે રહી ચૂક્યા છે. પોતાની સંસદીય સફર દરમિયાન તેમણે શ્રમ અને કલ્યાણ, રસાયણો અને ખાતર, ગ્રામીણ વિકાસ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી જેવી અનેક મહત્વપૂર્ણ સમિતિઓમાં સેવાઓ આપી છે.