20, ઓગ્સ્ટ 2021
1089 |
દિલ્હી-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઓબીસી સંશોધન બિલને લીલી ઝંડી આપી દીધી છે. એટલે કે હવે આ બિલ કાયદો બની ગયું છે. સંસદના ચોમાસા સત્રના છેલ્લા સમયમાં આ બિલને પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલને પક્ષ અને વિપક્ષ બંનેએ સમર્થન આપ્યું હતું. બિલના કાયદા બન્યા પાછી હવે રાજ્ય પોતે જ ઓબીસી લિસ્ટ બનાવી શકશે. રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 187 વોટ પડ્યા હતા. જ્યારે લોકસભામાં આ 10 ઓગસ્ટે પાસ થયું હતું. કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન વિરેન્દ્ર કુમારે બિલને વિચાર અને પસાર કરવા માટે રજૂ કરતા કહ્યું હતું કે, સંવિધાન (127મા સંવિધાન) બિલ, 2021 એ ઐતિહાસિક કાયદો છે. કારણ કે, આનાથી દેશની 671 જાતિઓને લાભ થશે. કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, આ સંવિધાન સંશોધન રાજ્યોને ઓબીસી યાદી (OBC List) તૈયાર કરવાનો અધિકાર આપવા માટે લાવવામાં આવ્યું છે. બિલને 105મા સંવિધાન સંશોધન બિલ તરીકે માનવામાં આવવું જોઈએ. લોકસભામાં બિલના સમર્થનમાં 385 વોટ પડ્યા હતા જ્યારે વિરોધમાં એક પણ વોટ નહતો પડ્યો. સંસદમાં ઓબીસી બિલ પાસ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સંવિધાન (127મા સંવિધાન) બિલ,2021ને બંને ગૃહોમાં પાસ થવું અમારા દેશ માટે મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. આ બિલ સામાજિક સશક્તિકરણને આગળ વધારશે. આ હાંસિયામાં ધકેલાયેલા વર્ગોને સન્માન, તક અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે અમારી સરકારની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.