વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કામ અને ગુજરાત મોડેલનો વિશ્વસ્તરે ડંકોઃ નરેન્દ્રસિંહ
19, નવેમ્બર 2022

ધ્રાંગધ્રા, રાજ્યની પ્રથમ તબક્કાના મતદાન પર યોજાનાર ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને તમામ વિધાનસભા બેઠકના પર રાજકીય પક્ષો દ્વારા સભા અને ઝંઝાવતો પ્રચાર પણ શરુ કરી દીધો છે તેવામાં ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકની સૌ પ્રથમ જાહેર સભા ધ્રાંગધ્રા ખાતે યોજાઇ હતી આ સભામાં ઉજાઁવાન મંત્રી નરેન્દ્રસિંહ તોમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરુવાતમા તમામ ઉપસ્થિત મુખ્ય મહેમાનોના સ્વાગત કાયઁક્રમ બાદ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સભા ગજવી હતી જેમા જણાવાયુ હતુ કે “આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિકાસ અને ગુજરાત મોડેલ આજે દેશ થી લઇને દુનિયા સુધી પ્રસિધ્ધ થયુ છે સાથે જ મહિલાઓ, બાળકો અને સામાન્ય વગઁના લોકોની આ સરકાર હંમેશા સેવા અને સહકારની ભાવનાથી આગળ વધે છે જેથી વિધાનસભાની ચુંટણીમાં ઉમેદવાર કોઇપણ હોય મતદાતાઓ માત્ર નરેન્દ્રભાઇ મોદીને ઉમેદવાર ગણીને મત આપજાે તેમ જણાવ્યુ હતુ આ તકે બાળ અને મહિલા વિકાસ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા, પુવઁ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા, પુવઁ ધારાસભ્ય જેન્તિભાઇ કવાડીયા, ભાજપ ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા સહિતના મોટી સંખ્યામા કાયઁકરો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રીની સભા પુવેઁ ખેડુત આગેવાનની ધરપકડ. ધ્રાંગધ્રા બેઠક પર ઉજાઁવાન મંત્રી નરેન્દ્રસિંહ તોલાની જાહેર સભા પુવેઁ મેથાણ ગામના ખેડુત આગેવાન જે.કે.પટેલની ધરપકડ કરવામા આવી હતી. જેમા જે.કઇ.પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે કૃષિ મંત્રી રહી ચુકેલા નરેન્દ્રસિંહ તોમરને કાયઁકાળમા ૮૦૦થી વધુ ખેડુતોના મોત થયા છે જેથી તેઓ ખેડુતોના હત્યારા હોવાથી વિરોધ્ધ કરે તે પુવેઁ જ સ્થાનિક પોલીસે ખેડુત આગેવાન જે.કે.પટેલ ધરપકડ કરી લીધી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution