અમદાવાદ,તા.૫ 

ઓનલાઈન શિક્ષણ બાબતે હાઇકોર્ટે આજે મહત્વ નો ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે સ્કૂલોની સંપૂર્ણ ફી માફીનો ર્નિણય વધુ પડતો છે સરકારી સ્કૂલ સંચાલકો સાથે વાટાઘાટો કરી સૌના હિતમાં ર્નિણય લઇ ટ્યુશન ફી મુદ્દે નવો ઠરાવ પ્રસિદ્ધ કરે. હાઇકોર્ટ એ રાજ્ય સરકાર ને ફી મુદ્દે નવો પરિપત્ર બહાર પાડવા આદેશ કર્યો છે.. સાથે જ કહ્ય્š છે કે સંચાલકો અને વાલીઓ નું હિત જળવાઈ રહે તે મુજબનો પરિપત્ર રાખવા સરકાર ને ટકોર કરી છે. સંચાલકો ફી અંગે સરળ હપ્તા ની વ્યવસ્થા કરે અને ટયુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહિ લઇ શકે તેવું પણ હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે. ફી અંગેના સરકારના ર્નિણયને સંચાલકોએ માં પડકાર્યો હતો તેને લઈને અગાઉ જ્યાં સુધી સ્કુલ ન ખુલે ત્યાં સુધી ફી ન લેવાના સરકાર ના પરિપત્ર ને હાઇકોર્ટ એ રદ્દ કર્યો હતો. હવે વાલીઓ અને સંચાલકો ને સરકાર સાંભળીને આગામી દિવસોમાં કોર્ટમાં નવો પરિપત્ર સરકાર રજૂ કરશે. વાલી મંડળ તરફથી આ પિટિશન હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી.. વાલી મંડળના વકીલ વિશાલ દવે એ હાઈકોર્ટના ર્નિણયને વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં ગણાવ્યો હતો. ઓનલાઇન શિક્ષણ બાબતે રાજ્ય સરકારની હાઇકોર્ટમાં રજૂઆત હતી કે કેન્દ્રીય વિભાગો તરફથી જાહેર થયેલી માર્ગદર્શિકાને સરકાર અનુસરશે. વાસ્તવિક રીતે શાળાઓ ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ પણ શાળાઓ ફી લઇ શકશે નહીં. પ્રાઇમરી માં નાના બાળકો માટે રીશેષ સાથેના બે શેસન રાખવા તાકીદ કરાઈ છે. પ્રિ-પ્રાઇમરી માં ઓનલાઇન શિક્ષણ ને લઈને વાલીઓને હાજરી આપવા સાથે ૩૦ મિનિટ ઓનલાઇન શિક્ષણ આપી શકાશે. માધ્યમિક માટે રિશેશ સાથેના ચાર શેશન રાખવા તાકીદ કરાઈ છે. શાળાઓ એ પ્રી રેકોરડેડ મટીરીયલ મોકલવાનું રહેશે. ૩૦ થી ૬૦ મિનિટ બાદ રીશેષ રાખવી ફરજિયાત રહેશે. રાજ્ય સરકારના પરિપત્રને કોર્ટે માન્ય રાખ્યો છે જાે કે તેમાં સંપૂર્ણ ફી માફી ના રહેલા મુદ્દાને લઈને સરકારને નવો પરિપત્ર જાહેર કરવા કહ્યું છે અને તે માટે શાળા સંચાલકો સાથે બેસી સમાધાનકારી વલણ અપનાવવા તથા વિદ્યાર્થીઓ, વાલીઓ, અને શાળા સંચાલકો ના હિતમાં ર્નિણય લેવા હાઈકોર્ટે કહ્યું છે.

રાજ્યમાં હાલમાં કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે. તેવામાં સરકારે ખાનગી શાળાઓને જ્યાં સુધી શાળા ન ખૂલે ત્યાં સુધી ફ્રીમાં એજ્યુકેશન આપવાનો આદેશ આપ્યો હતો. એટલે કે શાળાઓ ન ખૂલે ત્યાં સુધી ફી ન લેવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે સરકારના પરિપત્ર વિરુદ્ધ શાળાઓએ ઑનલાઇન એજ્યુકેશન આપવાનું બંધ કરવાનો ર્નિણય લીધો હતો. વળી શિક્ષણ ન બગડે તે માટે ફરી શાળાઓ શરૂ કરવાનો ર્નિણય કરી અને હાઇકોર્ટમાં સરકારના ચુકાદાને પડકાર્યો હતો. આ મામલે પ્રથમ સુનાવણીમાં હાઇકોર્ટે સરકારનો સંપૂર્ણ ફી ન લેવાનો પરિપત્ર રદ કરવાનો આદેશ કર્યો હતો અને સરકાર તેમજ શાળાને સાથે રહીને સમાધાન લાવવા માટે કહ્યું હતું. આ કેસના સંદર્ભમાં આજે નામદાર હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદનો આપ્યો છે.