પ્રિયંકા ચોકડા જોનસે હાલમાં જ વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ એમેઝોન પ્રાઈમ વિડીયો સાથે મલ્ટિ-મિલ્યન ડોલરની ડીલ સાઈન કરી છે. આ ડીલ બે વર્ષ માટેની છે. આ વિશે પ્રિયંકાએ કહ્યુ હતુ કે 'હું જયારે 13 વર્ષની હતી ત્યારે ટીવી જોઈને મને નહોતુ લાગતુ કે કંઈ મિસિંગ છે, પરંતુ હું જયારે હાલમાં આટલી મોટી થઈ છું ત્યારે વિચારૂ છું કે હું હાઈસ્કૂલમા વધુ કોન્ફિડન્ટ હોત અને મારાથી અલગ દેખાતા લોકોથી હું ડરતી ન હોત તો કંઈક અલગ હોત.

હું વિચારૂ છું કે એ સમયે હું માથુ નીચુ કરીને ન ચાલી હોત અને એક યુનિકોર્નની જેમ હોલમાં ચાલી હોત જેને લોકો જોયા કરે તો કેવુ હોત? મને લાગે છે કે એવુ થયુ હોત તો મારો હાઈસ્કૂલનો અનુભવ કદાચ અલગ હોત. મને લાગે છેકે અલગ જ હોત' 

એમેઝોન સાથેની ડીલ વિશે વાત કરતા પ્રિયંકાએ કહ્યુ હતુ કે 'મારે ફીમેલ સ્ટોરી લોકો સમક્ષ રજુ કરવી છે. મારે દુનિયાભરના ક્રીએટર્સ સાથે કામ કરીને ક્રોસ-પોલિનેશન સ્ટોરીટેલિંગ કરવુ છે. આ માટે એમેઝોન ખૂબ જ ગ્રેટ પાર્ટનર છે, કારણ કે એ એક ગ્લોબલ પ્લેટફોર્મ છે. મારી એમેઝોન ટેલીવીઝન ડીલ એક ગ્લોબલ ડીલ છે એથી હું હિન્દી ભાષા અથવા તો અંગ્રેજી ભાષા મને જેમાં ઈચ્છા હોય એ ભાષામાં હું બનાવી શકુ છું' 

આ સિવાય પણ પ્રિયંકા એમેઝોન સાથે અન્ય બે પ્રોજેકટ પર કામ કરી રહી છે. તેનો પહેલો પ્રોજેકટ 'સંગીત' છે જેમા પ્રી-વેડિંગ સેરેમનીનો અનસ્ક્રિપ્ટેડ પ્રોગ્રામ હશે. આ શોને તે તેના પતિ નિક જોનસ સાથે મળીને પ્રોડયુસ કરી રહી છે. આ સાથે જ તે જો રુસો સાથે 'સિટાડેલ'મા પણ કામ કરી રહી છે.