સુશાંત સિંઘ રાજપૂતના નિધન બાદથી જ ફિલ્મી દુનિયામાં પરિવારવાદ વિરુદ્ધ અવાજ ઊઠી રહ્યો છે. હવે પ્રિયંકા ચોપરાએ પણ પરિવારવાદ વિશે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, એના કારણે તે એક ફિલ્મમાંથી બહાર જતી રહી હતી અને એના લીધે તે ખૂબ રડી પણ હતી. પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'અહીં બધા પ્રકારની બાબતો છે. સ્ટાર કિડ્ઝ પર પરિવારના નામને સાર્થક કરવાનું પ્રેશર હોય છે. દરેક સ્ટારની પોતાની પર્સનલ જર્ની હોય છે. મારા સમયમાં મેં ખૂબ સહન કર્યું છે. મને એક ફિલ્મમાંથી આઉટ કરવામાં આવી હતી. કેમ કે, પ્રોડ્યૂસરે મારા બદલે બીજા કોઈની ભલામણ કરી હતી. હું ખૂબ રડી હતી અને આગળ વધી ગઈ હતી.
આખરે જે લોકો સફળતા પામવા માટે બન્યા હોય છે, તેઓ તમામ અડચણોનો સામનો કરીને પણ સફળ થાય છે.'સુશાંત સિંઘ રાજપૂતના નિધન બાદથી જ ફિલ્મી દુનિયામાં પરિવારવાદ વિરુદ્ધ અવાજ ઊઠી રહ્યો છે. હવે પ્રિયંકા ચોપરાએ પણ પરિવારવાદ વિશે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, એના કારણે તે એક ફિલ્મમાંથી બહાર જતી રહી હતી અને એના લીધે તે ખૂબ રડી પણ હતી.
પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'અહીં બધા પ્રકારની બાબતો છે. સ્ટાર કિડ્ઝ પર પરિવારના નામને સાર્થક કરવાનું પ્રેશર હોય છે. દરેક સ્ટારની પોતાની પર્સનલ જર્ની હોય છે. મારા સમયમાં મેં ખૂબ સહન કર્યું છે. મને એક ફિલ્મમાંથી આઉટ કરવામાં આવી હતી. કેમ કે, પ્રોડ્યૂસરે મારા બદલે બીજા કોઈની ભલામણ કરી હતી. હું ખૂબ રડી હતી અને આગળ વધી ગઈ હતી. આખરે જે લોકો સફળતા પામવા માટે બન્યા હોય છે, તેઓ તમામ અડચણોનો સામનો કરીને પણ સફળ થાય છે.'
Loading ...