મુંબઇ 

બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને વિદેશી સિંગર નિક જોનસે આજનાં દિવસે વર્ષ 2018માં જોધપુરનાં ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતાં. અહીં તેમણે બે રિતી રિવાજથી લગ્ન કર્યા હતાં.1 અને 2 ડિસેમ્બરનાં આ કપલે લગ્ન કર્યા હતાં. નિક અને પ્રિયંકાની ઉંમર વચ્ચે 10 વર્ષ જેટલું અંતર છે. પણ બંને સ્ટાર્સને તેમની ઉંમરનાં તફાવતથી કોઇ ફરક પડતો નથી.રાજશાહી અંદાજમાં આ કપલે જોધપુરનાં ઉમેદ ભવનમાં લગ્ન કર્યા હતાં. 4 દિવસ માટે આખો ઉમેદ ભવન બૂક કરવામાં આવ્યો હતો. પ્રિયંકા-નિકે 3.3 કરોડ રૂપિયા આપીને આખો ઉમેદ ભવન બૂક કરાવ્યું હતું.

1 ડિસેમ્બરનાં જ્યાં દેસી ગર્લે ક્રિશ્ચિન વેડિંગ કરી હતી તો 2 ડિસેમ્બરનાં બંનેએ હિન્દૂ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતાં.1 ડિસેમ્બરનાં પ્રિયંકાએ ક્રિસ્ટલથી સજેલું ગાઉન પહેર્યુ હતું તો નિકે બ્લેક કલરનો સૂટ પહેર્યો હતો. ક્રિશ્ચિયન વેડિંગ ઉમેદ ભવન પેલેસનાં લોનમાં આયોજિત કરવામાં આવી હતી.2 ડિસેમ્બરનાં હિન્દૂ વિધિથી દેસી ગર્લે લગ્ન કર્યા હતાં આ સમયે તેણે લાલ રંગનો લહેંગો પહેર્યો હતો જે પ્રખ્યાત ડિઝાઇનર સબ્યાસાચીએ ડિઝાઇન કર્યો હતો.લાલ લહેંગામાં પ્રિયંકા ઘણી જ સુંદર લાગતી હતી તેની ડાયમંડ જ્વેલરી તેનાં લૂકને કમ્પલિટ કરતી હતી.

તમામ મહેમાનોએ પાર્ટીમાં વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો. પ્રિયંકા નિકની ક્રિશ્ચિયન વેડિંગમાં 18 ફૂટ ઉંચી કેક બનાવવામાં આવી હતી<br />કહેવાય છે કે, આ કેક બનાવા માટે સ્પેશલ દુબઇથી શેફ આવ્યો હતો. બંનેનાં આલીશાન લગ્નની ચર્ચા ભારતીયત મીડિયાની સાથે સાથે વિદેશી મીડિયામાં થઇ હતી..