મહિલા દિન નિમિત્તે ગાંધીનગરમાં યોજાયો કાર્યક્રમ, રાજ્યની મહિલાઓને સમાન તક: CM
08, માર્ચ 2021 396   |  

ગાંધીનગર-

આજે 8 માર્ચે મહિલા દિન નિમિત્તે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મહિલા દિનની ઉજવણી નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને રાજ્યકક્ષાના મહિલા પ્રધાન વિભાવરીબેન દવે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત 22 કરોડ રૂપિયાનો ચેક પણ LICને અર્પણ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં મહિલાઓના સમાન તક આપવામાં આવી રહી છે. સરકારી નોકરીમાં પણ 33 ટકા રિઝર્વેશન મહિલાઓના નામે રાખવામાં આવી છે. તમામ જગ્યા ઉપર મહિલાઓને સમાન તક આપવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું કે, ગુજરાત રાજ્યમાં મહિલાઓને સમાન તક આપવામાં આવી રહી છે, જેથી મહિલાઓ બહાર નીકળીને પોતાનો મળતી તકનો લાભ ઉઠાવે અને જો મહિલાઓ બહાર નહીં નિકળે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાનું જે સ્વપ્ન છે તે પરિપુર્ણ ન થઈ શકે. ગુજરાતની તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાને મળેલી તમામ તકનો લાભ લેવા માટે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલાઓને નિવેદન કર્યું હતું. તેમજ કહ્યું કે, રાજ્ય સરકાર મહિલા માટે અનેક યોજનાઓની જાહેરાત કરે છે તો મહિલાઓ આ તમામ યોજનાઓનો લાભ લે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution