ધાર્મિક શ્રદ્ધાનો પ્રશ્ન, ધર્મનું અર્થઘટન કરવાનું કામ અદાલતોનું નથી: કેન્દ્ર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, એપ્રીલ 2026  |   2178

સબરીમાલા મંદિરમાં તમામ વય જૂથોની મહિલાઓને પ્રવેશ આપવાની મંજૂરી આપતા ૨૦૧૮ના સુપ્રીમ કોર્ટના ર્નિણય સામે દાખલ સમીક્ષા અરજીઓ પર કેન્દ્રએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજીઓના સમર્થનમાં લેખિત દલીલો દાખલ કરી છે. કેન્દ્રએ જણાવ્યું કે આ મામલો ફક્ત લિંગ સમાનતાનો નથી, પરંતુ ધાર્મિક શ્રદ્ધા, પરંપરા અને સાંપ્રદાયિક સ્વાયત્તતાનો પણ છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં, સરકારે કોર્ટને ચેતવણી આપી હતી કે, તર્કસંગતતા, આધુનિકતા અથવા વૈજ્ઞાનિકતાના પરિમાણોના આધારે ધાર્મિક પરંપરાઓનું મૂલ્યાંકન કરવું એ ન્યાયિક અતિરેક હશે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે જાે અદાલતો આવા ધોરણોના આધારે ધાર્મિક પ્રથાઓની સમીક્ષા કરે છે, તો તેઓ ધર્મ પર તેમના દાર્શનિક વિચારો લાદશે, જે બંધારણ સાથે અસંગત છે. સરકારે સ્પષ્ટ કર્યું કે ધાર્મિક પ્રથા તર્કસંગત છે કે નહીં તે નક્કી કરવું બંધારણીય સમીક્ષાનો ભાગ હોઈ શકે નહીં.

દલીલોમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયાધીશો ધાર્મિક ગ્રંથોનું અર્થઘટન કરવા અથવા ધર્મશાસ્ત્રીય પ્રશ્નોનો ર્નિણય કરવા માટે ન તો તાલીમ પામેલા છે અને ન તો સંસ્થાકીય રીતે સક્ષમ છે. કેન્દ્રએ આવશ્યક ધાર્મિક પ્રથાના સિદ્ધાંત પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. સરકાર જણાવે છે કે પ્રથાની આવશ્યકતા નક્કી કરવાનો અધિકાર અદાલતોને બદલે સંબંધિત ધાર્મિક સંપ્રદાય પાસે હોવો જાેઈએ. કોર્ટે ફક્ત ત્યારે જ હસ્તક્ષેપ કરવો જાેઈએ જ્યારે કોઈ પ્રથા જાહેર વ્યવસ્થા, આરોગ્ય, નૈતિકતા અથવા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution