વડોદરા, તા.૧૦

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા દાહોદ ખાતે આજે આદિવાસી સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા આવેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે,

પ્રભારી રઘુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, દાહોદ ખાતે આજથી આદિવાસી સત્યાગ્રહની શરૂઆત થઇ રહી છે. આ સત્યાગ્રહ આગામી ૬ માસ સુધી ચાલશે. આદિવાસીઓની રક્ષા માટે સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આદિવાસીઓને ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓને તેઓને મળવા પાત્ર હક્કો મળ્યા નથી. આદિવાસીઓને રોજગારી માટે ફરવું પડે છે.

આગામી આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ અને બીટીપી ગઠબંધન થઈ રહ્યું છે, તેવા એક પ્રશ્નના જવાબમાં પ્રભારીએ રઘુ શર્માએ જણાવ્યું હતું કે, હજી સુધી સત્તાવાર ગઠબંધન થયું નથી. દરેક પક્ષ ચૂંટણી સમયે આવે છે, પછી જતી રહે છે, બાકીની પાર્ટી ઋતુ પ્રમાણેની પાર્ટી છે. દાહોદ આદિવાસી અધિકાર રેલીમાં ભાગ લેવા માટે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચેલા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેષી, વિપક્ષી નેતા અમીબેન રાવતે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીએ નાસ્તો કરી હેલિકોપ્ટર દ્વારા દાહોદ આદિવાસી અધિકાર રેલીમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.

એરપોર્ટ પર રાહુલ ગાંઘીએ સુતરની આંટી પહેરવાનો ઈન્કાર કરતા વિવાદ છંછેડાયો

વડોદરા એરપોર્ટ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સૂતરની આંટી પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, તેમને સૂતરની આંટી પહેરી નહોતી અને હાથમાં લઇ લીધી હતી. જેને પગલે ઋત્વિજ જાેશી ભોંઠા પડી ગયા હતા.

ત્યારે આ સંદર્ભે વડોદરાના પૂર્વ મેયર અને પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે ટ્‌વીટ કરતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની અટક ધારણ કરીને વર્ષો સુધી જે પરીવારે દેશ પર હુકુમત ચલાવી તેમના ફરજંદને પૂજ્ય બાપુની પ્રિય ખાદીની આંટી પહેરવામાં પણ તકલીફ છે ? તે પણ ગુજરાતમાં ?. ત્યારબાદ તેમણે બીજુ પણ ટ્‌વીટ કર્યુ હતુ તેમ બાપુની પ્રિય સુતરની આંટી તો ન પહેરી પરંતુ પગથીયા પર ફેંકીને બાપુનુ અપમાન કર્યુ છે. સત્તાલાલસુ કોંગ્રેસ માંફી માંગે તેમ લખ્યુ હતુ.