રાહુલ, શાહ અને કેજરીવાલનો સૌરાષ્ટ્રમાં હુંકાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, નવેમ્બર 2022  |   3168

રાજકોટ રાહુલ ગાંધીએ રાજકોટમાં વિશાળ જનમેદની સામે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. સાથે જ મંચ પરથી ભાજપ પર ઉદ્યોગપતિઓને લ્હાણી કરાવતો આરોપ પણ મૂક્યો. સંબોધનની શરૂઆત પહેલા તેમણે મોરબી દુર્ઘટના મુદ્દે ૨ મિનિટનું મૌન પાળ્યુ હતું. મોરબી દુર્ઘટના પર ગાંધીએ કહ્યું કે, મને પત્રકારોએ પૂછ્યુ કે તમે શુ વિચારો છો. મેં કહ્યું કે, ૧૫૦ લોકોના મોત થયા છે, આ રાજકીય મુદ્દો નથી. આ વિશે હુ નહિ બોલું. પરંતુ આજે સવાલો ઉઠે છે. જેઓએ આ કામ કર્યું તેની સામે કોઈ કાર્યવાહી નહિ. કોઈ એફઆઈઆર નહિ. બીજેપી સાથે તમારો સારો નાતો છે. તો તેમને કંઈ નહિ થાય કે શું. ચોકીદારોને પકડીને અંદર કર્યાં. પરંતુ જવાબદારો સામે કંઈ ન થયું. ગુજરાત સ્મોલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝનુ હાડકુ છે. નાના વેપારીઓ રોજગાર આપતા હતા, પરંતુ સરકાર કાળાધનના નામે નોટબંધી લાવી, પરંતુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બંધ થઈ ગયા. પાંચ અલગ અલગ ટેક્સ લાવ્યા. જે વેપાર બચ્યા હતા તે પણ નાબૂદ થયા, અરબપતિઓ માટે રસ્તો બનાવવાનો હતો. કોરોનાના સમયે પણ એવુ જ કર્યું. જીએસટી બાદ કોરોના આવ્યો, તેમાં પણ સરકારે મદદ ન કરી. આ કોઈ પોલિસી નથી. નોટબંધી, જીએસટી, કોવિડ કોઈ પોલિસી નથી. તે ખેડૂત, મજબૂર, વેપારીઓને નાબૂદ કરવાના હથિયાર છે. હિન્દુસ્તાનના બે-ચાર ઉદ્યોગપતિઓ માટે રસ્તો બનાવવાના હથિયાર છે. આ અરપતિઓ પોર્ટ, એરપોર્ટ, ઈન્ફ્રસ્ટ્‌ર્કચર, ખેતી, ગ્રોસરી સ્ટોરમાં ઘૂસી રહ્યાં છે. પરંતુ હિન્દુસ્તાનનો યુવા સપનુ જાેવા માંગતો હોય તો તેના માટે લાખો રૂપિયા આપવા પડે છે.

કોડિનારમાં અમિત શાહનું સંબોધન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કાૅંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપના પ્રચાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અને ગીર સોમનાથના કોડીનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભા યાજાેઈ હતી. અમિત શાહ સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ કહે છે અમારું કામ બોલે છે, હું તેમને પુછવા માગુ છું કે તમે ૨૫-૩૦ વર્ષથી તમારી સરકાર જ નથી તો તમારું કયો કામ બોલે છે. ભાજપ સરકારે એક જ ઝાટકે ૩૭૦ ની કલમને હટાવી. આમ આદમી પાર્ટીને લઈ લોકોને કહ્યું કે, મેધા પાટકરને લઈને છછઁ સામે જવાબ માંગવાનો છે. કે જેઓએ સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં વિલંબ ઉભો કર્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution