10, ઓક્ટોબર 2020
1089 |
જયપુર-
રાજસ્થાનના કરૌલીમાં સળગાવેલા પૂજારીના સબંધીઓએ અંતિમ સંસ્કારનો ઇનકાર કર્યો છે. પુજારી બાબુલાલના પરિવારના સભ્યોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર નહીં કરે. જો કે આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ન્યુઝ એજન્સી એએનઆઈ અનુસાર, પૂજારીના સબંધી લલિતે કહ્યું હતું કે, 'જ્યાં સુધી અમારી માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે અંતિમ સંસ્કાર કરીશું નહીં. અમને 50 લાખ રૂપિયા વળતર અને સરકારી નોકરી જોઈએ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને આરોપીઓને ટેકો આપનારા પટવારી અને પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થવી જોઇએ. અમને સલામતી જોઈએ છે.
રાજસ્થાનના કરૌલીમાં, દબંગોએ પૂજારી પર પહેલા પેટ્રોલ છાંટ્યું, પછી તેને આગ લગાવી. જયપુરની સવાઈ માધો સિંહ હોસ્પિટલમાં પૂજારીનું અવસાન થયું. આ પછી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે.જોકે, રાજસ્થાન પોલીસે હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પરિવારે અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી છે. પરિવારની માંગ છે કે તેમને જમીન ફાળવવામાં આવે અને તેમના એક બાળકને નોકરી આપવામાં આવે.